________________
અનેકાન્તવાદ
૧૩૧ વાળું છે. તેથી કર્મરહિત આ જીવ ઉર્ધ્વગતિ કરે છે.
(જાઓ તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય-૧૦-૬) “અમેરિકા તથા લંડનમાં ચલાવેલા ધાર્મિક કલાસોમાં પૂછાયેલા
સામાન્ય પ્રશ્નોના ઉત્તરો. પ્રશ્ન- [૩૫૧] અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અને અનાચારનો અર્થ શું ?
ઉત્તર- પાપ કરવાની ઇચ્છા તે અતિક્રમ, પાપો કરવાની તૈયારી કરવી તે વ્યતિક્રમ, અજાણપણે અથવા પરવશપણે પાપ કરવું તે અતિચાર, અને જાણપણે સ્વતંત્ર હોતે છતે હર્ષથી પાપ કરવું તે અનાચાર.
અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચાર લાગે તો પ્રાયશ્ચિત્ત આલોચના આદિથી પાપોની નિંદા-ગહ કરીને શુદ્ધિ થાય. પરંતુ અનાચારમાં પાપોનો પશ્ચાતાપ ન હોવાથી શુદ્ધિને યોગ્ય નથી.
પ્રશ્ન- [૩૫] આરતિ અને મંગલદીપ નો અર્થ શું ?
ઉત્તર- મા એટલે સર્વરીતે રતિ-આનંદ, આરંભેલુ ધર્મકાર્ય નિર્વિધે સારી રીતે પૂર્ણ થયું તેનો સર્વરીતે આનંદ વ્યકત કરવો તે આરતિ, તેમાં પાંચ દીપક પ્રગટ કરીને પ્રભુ પાસે આત્માના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર પાંચજ્ઞાનોની માગણી પ્રદર્શિત કરવામાં આવે છે.
-મને અત- સંસારથી ગાળે, મને સંસારથી ગાળે અર્થાત્ ભવપાર ઉતારે એવો ભાવપ્રદર્શિત કરનારી જે ક્રિયા તે મંગલદીપ કહેવાય છે. ન પ્રશ્ન- [૩૫૩] નરક-દેવગતિનું આયુષ્ય બાંધ્યા પછી તુટે નહીં
તો કૃષ્ણ મહારાજાએ સાતમી નરકનું બાંધેલું આયુષ્ય તોડીને ત્રીજી નરકનું કેમ કર્યું ?
ઉત્તર- આ અવસર્પિણી કાળમાં ન બનવાના અનેક બનાવો (આશ્ચર્યો-અચ્છેરા) નાનાં-મોટાં બન્યાં છે. તેમાં આ પણ એક આશ્ચર્યઅચ્છેરું છે. (જુઓ કર્મપ્રકૃત્તિ અપવર્તનાકરણ-પૂ. ઉપાધ્યાયજી કૃત ટીકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org