________________
૧૩૨
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા કેટલાક આચાર્યોનું કહેવું એવું પણ છે કે આયુષ્ય બાંધ્યું ન હતું પરંતુ તેને યોગ્ય યોગ્યતા હતી તે ટાળીને ત્રીજી નરકને યોગ્ય યોગ્યતા પ્રાપ્ત કરી છે. (તત્ત્વ તિગમ)
પ્રશ્ન- [૩૫૪] મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી શું તુટી શકે ?
હા, આ બન્ને આયુષ્યો બાંધ્યા પછી તુટી શકે છે પરંતુ તે તે ભવમાં ગયા પછી ઉદયકાળ ચાલતો હોય ત્યારે કોઈ પણ ઉપક્રમ દ્વારા તુટે છે. બાંધ્યા પછી જ્યાં સુધી તે ભવમાં જીવ જતો નથી ત્યાં સુધી તુટતું નથી.
પ્રશ્ન- [૩૫૫] જ્ઞાનાવરણીયાદિ ચારે ધાતી કર્મો પાપપ્રકૃતિઓ છે. મોહનીય કર્મ તો વિશેષે પાપપ્રકૃત્તિ છે. તો પછી તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૮-૨૬ માં સમ્યકત્વમોહનીય, હાસ્ય-રતિ અને પુરૂષવેદને પુણ્ય કેમ કહેવામાં આવ્યું છે ?
ઉત્તર- મોહનીયકર્મની તમામ પ્રકૃત્તિઓ પાપપ્રકૃત્તિઓ જ છે. પરંતુ સમ્યકત્વમોહનીય નામનું કર્મ મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયકર્મની અપેક્ષાએ કંઈક હળવું છે. હાસ્ય-રતિ તે અરતિ-શોક કરતાં સુખદાયી છે અને પુરૂષવેદ તે નપુંસક વેદ તથા સ્ત્રીવેદ કરતાં સુખદાયી છે. એમ અપેક્ષા વિશેષે પુણ્યમાં ગણેલ છે. તત્ત્વથી પાપપ્રકૃતિઓ જ છે.
પ્રશ્ન- [૩૫] સ્તવન-સ્તુતિ-અને સ્વાધ્યાયમાં શું તફાવત? ઉત્તર- જેમાં મુખ્યત્વે ભગવાનના ગુણગાન હોય તે સ્તવન.
જેમાં મુખ્યત્વે ભગવાનની પ્રાર્થના હોય તે સ્તુતિ.
જેમાં મુખ્યત્વે મહાત્માઓનાં ચરિત્રો હોય તે સજઝાય. પ્રશ્ન- [૩૫૭] આઠમા-નવમા-દસમા ગુણસ્થાનકે બન્ને શ્રેણીમાં વર્તતા જીવોનું ગુણસ્થાનક સમાન હોવા છતાં એક જીવ મોહનીયકર્મને ઉપશમાવે અને એક જીવ કર્મને ખપાવે આવું કેમ બને છે ?
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org