________________
૧૨૬
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા બંધહેતુ વાળા છે. તે બંધહેતુઓ જીવમાં પરિણામ પામ્યા છે. પરંતુ શરીરમાં નહીં. માટે સંસારી જીવ જ કર્મોનો કર્તા-ભોક્તા છે શરીર નહીં. એકલું શરીર જડમાત્ર હોવાથી મિથ્યાત્વાદિ ભાવો વાળું બનતું નથી તેથી કર્મોનું કર્તા-ભોક્તા નથી. કર્મોનું કર્તુત્વ-ભોકર્તુત્વ જીવમાં જ છે શરીર તેમાં સાધન છે. સુથાર કુહાડા વડે લાકડું કાપે છે. આ ક્રિયામાં જેમ સુથાર કર્તા છે અને કુહાડો સાધન છે. તેમ જીવ કર્તા છે અને શરીર સાધન છે. માટે ઉપરોકત પ્રશ્નની વાત બરાબર નથી. . પ્રશ્ન- [૩૪૨] શરીરની અંદર આત્મા હોવા છતાં પણ શરીરનો એક પણ પ્રદેશ આત્મા બનતો નથી. અને આત્માનો એક પણ પ્રદેશ શરીર બનતું નથી. માટે આત્મા તો શુધ્ધ-બુધ્ધ-પરમાનંદ-પરમપુરૂષ જ છે. અને દેહમાં હોવા છતાં દેહાતીત પણે વર્તે છે. માટે કર્તા કેમ કહેવાય ?
ઉત્તર- આ આત્મા દેહમાત્રમાં વર્તે છે એટલું જ નથી. પરંતુ મિથ્યાત્વ-કષાયાદિ કલુષિત પરિણામ વાળો છે. વૈભાવિક પરિણામવાળો છે. અને આત્મામાં ઉત્પન્ન થયેલા તે કલુષિત પરિણામો-વૈભાવિક પરિણામો કર્મ બંધાવે છે.
તથા દેહમાં હોતે છતે દેહાતીત વર્તે છે આવી જે અવસ્થા છે તે માત્ર ચૌદમાગુણસ્થાનકવર્તી જીવોની જ છે અને તેથી તેઓ જ કર્મોના અકર્તા છે. અને પૂર્વબધ્ધ કર્મોના માત્ર ભોક્તા છે. પરંતુ ૧ થી ૧૩ ગુણઠાણામાં દેહ હોતે છતે દેહાતીત કોઈ બની શકતું નથી. માત્ર દેહની મૂછ-મમતા ઉપર-ઉપર ના ગુણસ્થાનકોમાં ઘટતી જાય છે. ૧૨-૧૩ મા ગુણસ્થાન કે મમતા બીલકુલ હોતી નથી. તેથી જે અનુયાયી વર્ગ નીચેના ગુણઠાણા વાળા આત્માઓને દેહાતીત માને છે. તે માત્ર દ્રષ્ટિરાગ છે.
તથા દેહ અને આત્માનો સંબંધ ઘટ અને પાણીની જેમ નથી. પરંતુ લોહ અને અગ્નિની જેમ છે. ઘટમાં પાણી હોવા છતાં ઘટથી પાણી ભિન્ન છે. ઘટના સ્થાનમાં પાણી નથી અને પાણીના સ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org