________________
અનેકાન્તવાદ
૧૨૫ ઉત્તર- ઉપરોકત વાત બરાબર નથી દરેક દ્રવ્યો દ્રવ્યભાવે સ્વતંત્ર છે. પરંતુ પર્યાયભાવે પરતંત્ર છે. આત્મામાં રહેલું આત્મત્વ સ્વતંત્ર છે. તે અજીવદ્રવ્યથી ઉત્પન્ન થતું નથી કે નાશ પામતું નથી. પરંતુ આત્માની દેવ-નારકાદિ અવસ્થા બાલ્ય-યુવાદિ અવસ્થા, સુખી-દુઃખી અવસ્થા, રાજા-રક અવસ્થા, રોગી-નિરોગી અવસ્થા પરદ્રવ્યની (અજીવદ્રવ્યની) સહાયથી જ થાય છે. પૂર્વબધ્ધ કર્મના ઉદયની અપેક્ષાએ જ થાય છે. તેથી આત્માનું તે તે પર્યાયમાં જે પરિણમન થાય છે. તેમાં અજીવદ્રવ્ય અવશ્યક કારણ છે.
તેવી જ રીતે અજીવમાં રહેલું અજીવત્વ(દ્રવ્યત્વ) સ્વતંત્ર છે. તે જીવવડે કરાતું નથી. પરંતુ માટીમાંથી ઘટની ઉત્પત્તિ, તજુમાંથી પટની ઉત્પત્તિ, કાષ્ટમાંથી ખુરશી-ટેબલ આદિની ઉત્પત્તિ પર્યાયરૂપે જીવવડે જ કરાય છે. માટે “પદ્રવ્ય કશું જ કરતું નથી” આવું એકાત્તવાક્ય વ્યાજબી નથી. પરંતુ જીવ-પુદ્ગલના સર્વે સંસારિક પર્યાયો પરદ્રવ્યની સહાયથી જ બને છે. તે તે પર્યાયોના પરિણમનમાં પરદ્રવ્યની નિમિત્તતા છે જ.
પ્રશ્ન- [૩૪૧] આત્મા કર્મોનો કર્તા નથી પરંતુ માત્ર જ્ઞાતાદ્રષ્ટા જ છે. કારણ કે આત્મા તો શુધ્ધ-બુધ્ધ-કંચન જેવો સદા ચિઠ્ઠપ છે. સદા ચિદાનંદમય આત્મા તો કર્મ કરે જ નહીં. માટે શરીર જ . કર્મો કરે છે. આત્મા તો તેમાં હાજર માત્ર જ છે. અંદર રહ્યો છતો શરીર જે કર્મો કરે છે તે જોયા કરે છે અને જાણ્યા કરે છે. પરંતુ પોતે કર્તા ભોક્તા નથી. આવું જે માને છે તે શું આ વાત બરાબર છે ?
ઉત્તર- ના, ઉપરોકત વાત બરાબર નથી. સર્વ કર્મોથી મુક્ત થયેલો મોક્ષમાં ગયેલો જે આત્મા છે તે કર્મોનો અકર્તા અને અભોક્તા છે. માત્ર કેવલજ્ઞાન અને કેવલદર્શનથી જ્ઞાતા તથા દ્રષ્ટા છે. મોહરહિત હોવાથી લેવાતા નથી. પરંતુ ૧ થી ૧૩ ગુણસ્થાનકોમાં વર્તનારા તમામ સંસારિજીવો મિથ્યાત્વ-અવિરતિ-કષાય-અને યોગ એમ ચારમાંથી યથાયોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org