________________
૧૨૪
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉપરોક્ત ચારે પર્યાયો વર્તમાનકાળ વર્તી માત્ર વિચારીએ તો તે અનુક્રમે ચારે અર્થપર્યાયનાં ઉદાહરણો સમજવાં.
પ્રશ્ન- [૩૩૮] અજીવ દ્રવ્યમાં આ આઠે પર્યાનાં ઉદાહરણ સમજાવો. ઉત્તર- (૧) અજીવમાં “પરમાણુપણાનો” જે પર્યાય તે શુધ્ધ
દ્રવ્ય વ્યંજન પર્યાય. (૨) અજીવમાં “દ્રવ્યણુકવાદિનો” જે પર્યાય તે અશુધ્ધ
દ્રવ્ય વ્યંજન પર્યાય. (૩) અજીવમાં પરમાણુના જે “વર્ણાદિગુણો” તે શુધ્ધ
ગુણ. વ્ય. પ. (૪) અજીવમાં દ્રવ્યણુકાદિના જે વર્ણાદિગુણો તે અશુધ્ધ
ગુણ વ્ય. ૫. ઉપરોકત ચારે પર્યાયો વર્તમાનકાળ વર્તી માત્ર વિચારીએ તો તે અનુક્રમે ચારે અર્થપર્યાયોનાં ઉદાહરણો સમજવાં.
પ્રશ્ન- [૩૩૯] ધર્માસ્તિકાયાદિમાં આ પર્યાયો કેવી રીતે હોય ?
ઉત્તર- ધર્માસ્તિકાયાદિની ચૌદરાજલોક પ્રમાણ જે આકૃતિ સ્વદ્રવ્યની બનેલી છે તે શુધ્ધદ્રવ્યવ્યંજન પર્યાય. અને એ જ આકૃતિ અધર્મ-લોકાકાશજીવ-પુદ્ગલાત્મક અન્ય દ્રવ્યોના સંયોગથી બનેલી છે. એમ વિચારવું તે અશુધ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય.
પોતાનામાં રહેલી ગતિસહાયતા તે શુધ્ધગુણવ્યંજન પર્યાય. અને અન્યદ્રવ્યોના ગમનાગમનથી આવિર્ભાવ પામતી એવી ગતિસહાયતા તે અશુધ્ધગુણ વ્યંજન પર્યાય. આ ચારે ગુણો માત્ર વર્તમાન કાળવર્તી વિચારીએ તો તે જ ચારે અર્થપર્યાયો કહેવાય છે.
પ્રશ્ન- [૩૪૦] આત્માને પરદ્રવ્ય કશું જ કરી શકતું નથી. અને આત્મદ્રવ્ય તથા અજવદ્રવ્ય બને સ્વતંત્ર દ્રવ્યો છે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કશું કરી શકતું નથી. આ વાત શું બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org