________________
અનેકાન્તવાદ
૧૨૩ ઉત્તર- જે દીર્ધકાળવર્તી પર્યાય, દીર્ઘકાળને અનુસરનારો જે પર્યાય તે વ્યંજનપર્યાય. જેમ કે મનુષ્ય પર્યાય, પુરૂષપર્યાય. અજીવમાં સુવર્ણપર્યાય, લોખંડપર્યાય વિગેરે.
પ્રશ્ન- [૩૩૫] અર્થ પર્યાય કોને કહેવાય ? 1 ઉત્તર- માત્ર વર્તમાનકાળવાર્તા જે પર્યાય તે અર્થપર્યાય, જેમ કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, ઇત્યાદિ, તથા અજીવમાં કડું-કુંડલહાર ઈત્યાદિ.
(જુઓ સમ્મતિ તર્ક કાર્ડ ૧ ગાથા ૩૨, રાસ ગાથા ૨૨૮)
પ્રશ્ન- [૩૩] આ બને પર્યાયોના પેટાભેદો છે? હોય તો તે કયા કયા ?
ઉત્તર- હા, બન્ને પર્યાયોના પેટાભેદો છે. બન્નેના દ્રવ્યથી અને ગુણથી એમ બે બે ભેદો છે. અને તે દરેકના શુધ્ધ-અશુધ્ધ-એમ પુનઃ બે બે ભેદો છે. એમ કુલ ૮ ભેદો થાય છે. તે આ પ્રમાણે
પર્યાય
વ્યંજનપર્યાય
અર્થપર્યાય
દ્રવ્ય
ગુણ
દ્રવ્ય
ગુણ
શુધ્ધ અશુધ્ધ શુધ્ધ અશુધ્ધ શુધ્ધ અશુધ્ધ શુધ્ધ અશુધ્ધ
પ્રશ્ન- [૩૩૭] આ આઠે પર્યાયો ઉપર એકેક દ્રષ્ટાત્ત સમજાવો. ઉત્તર- (૧) જીવમાં સિદ્ધત્વપર્યાય તે શુધ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય. (૨) જીવમાં મનુષ્યત્વાદિ પર્યાય તે અશુધ્ધ દ્રવ્ય વ્યંજન
પર્યાય.. (૩) જીવમાં કેવલ જ્ઞાન પર્યાય તે શુધ્ધ ગુણ વ્યંજન
પર્યાય. (૪) જીવમાં મતિજ્ઞાનાદિ પર્યાય તે અશુધ્ધ ગુણ વ્યંજન
પર્યાય.
જે
.મા.૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org