SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૩) ધર્માસ્તિકાયમાં-અચેતનત્વ-અમૂર્તત્વ-ગતિસહાયતા. (૪) અધર્માસ્તિકાયમાં-અચેતનત્વ, અમૂર્તિત્વ, અને સ્થિતિસહાયકતા. (૫) આકાશાસ્તિકાયમાં-અચેતનત્વ, અમૂર્તત્વ, અને અવગાહ સહાયકતા. (૬) કાળ દ્રવ્યમાં-અચેતનત્વ, અમૂર્તતા, અને વર્તનાતુતા. પ્રશ્ન- [૩૩૧] “સુખ” નામનો આત્માનો ગુણ કહ્યો તે ઉત્તર- પુણ્યકર્મના ઉદયજન્ય જે સુખ તે સુખગુણ અહીં ન સમજવો. કારણ કે તે વાસ્તવિક સુખ જ નથી. ખંજવાળની જેમ દુઃખરૂપ જ છે. વળી સર્વજીવોમાં આ ગુણ નથી જેમાં સુખ દેખાય છે તે પણ પુણ્યોદય પુરો થતાં ચાલ્યું જાય છે માટે તે ન સમજવું. પ્રશ્ન- [૩૩] તો અહીં “સુખગુણ”નો અર્થ શું સમજવો ? ઉત્તર- આકુળ-વ્યાકુલતા વિનાનો સહજસ્વરૂપના આનંદમય જે આત્માનો પરિણામ તે સુખગુણ જાણવો. જે અનાદિ-અનંત છે. મનબાલ્યન્દ્રિયો-શરીર-અને વિષયોથી તદ્દન નિરપેક્ષ કેવળ આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણોના આશ્રય વાળો નિરાકુલ જે આનંદ તે જ “સુખગુણ” સર્વ આત્મદ્રવ્યમાં કેવલજ્ઞાનની જેમ સત્તાગત રહેલો છે. કર્મોના આવરણથી આવૃત-અનાવૃત થાય છે. પ્રશ્ન- [૩૩૩] પર્યાય એટલે શું ? અને તેના ભેદ કેટલા ? ઉત્તર- પર્યાય એટલે પરિવર્તન-રૂપાન્તર, નવા-જુના થવા પણું. કોઈ પણ દ્રવ્ય પ્રતિસમયે નવા નવા પર્યાયોને પામે છે. તેથી પર્યાયની અપેક્ષાએ સર્વેદ્રવ્યો અનિત્ય છે. તે પર્યાય બે પ્રકારના છે, (૧) વ્યંજન પર્યાય (૨) અર્થપર્યાય. પ્રશ્ન- [૩૩૪ વ્યંજન પર્યાય કોને કહેવાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy