________________
અનેકાન્તવાદ
૧૨૧ પ્રશ્ન- [૩ર૭] “મૂર્તત્વ” નામના નવમા ગુણથી શું લાભ ?
ઉત્તર- આ જીવ શુધ્ધસ્વરૂપે તો અમૂર્ત જ છે તથાપિ સશરીરી હોવાથી સંસારીજીવ કથંચિત્ મૂર્ત પણ છે. જો મૂર્તતા ન જ માનીએ તો સિધ્ધસમાન થવાથી સંસારનો જ અભાવ થાય. શુધ્ધનિશ્ચયનયથી પુદ્ગલમાં મૂર્તતા છે અને અસભૂત વ્યવહારનયથી જીવમાં પણ મૂર્તતા છે. (રાસ ગાથા-૧૯૭ તથા ૨૦૬)
પ્રશ્ન- [૩૨૮] “અમૂર્તતા” ન માનીએ તો શું નુકશાન થાય ?
ઉત્તર- જો જીવમાં અમૂર્તતા હોય જ નહીં તો સદ મૂર્તિ જ રહેવાથી મોક્ષ થાય જ નહીં. જે દ્રવ્ય સ્વયં અમૂર્ત ન હોય તેને કર્મક્ષય થવા છતાં અમૂર્તતા આવે જ નહી. અને તેથી મોક્ષ થાય નહીં.
આ પ્રમાણે દસે સામાન્ય ગુણો દ્રવ્યોમાં વર્તે છે.
પ્રશ્ન- [૩૨૯] દ્રવ્યોના વિશેષગુણો કેટલા ? અને કયા કયા ?
ઉત્તર- વિશેષગુણો કુલ ૧૬ છે. (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) સુખ, (૪) વીર્ય, (૫) વર્ણ, (૬) ગંધ, (૭) રસ, (૮) સ્પર્શ, (૯) ગતિ હેતુતા, (૧૦) સ્થિતિ હેતુતા, (૧૧) અવગાહનાતુતા, (૧૨) વર્તનાતુતા, (૧૩) ચેતનત્વ, (૧૪) અચેતનત્વ, (૧૫) મૂર્તત્વ, (૧૬) અમૂર્તત્વ.
પ્રશ્ન- [૩૩૦] ધર્માસ્તિકાયાદિ કયા કયા દ્રવ્યોમાં કેટલા કેટલા વિશેષ ગુણો હોય ?
ઉત્તર- જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં છ-છ વિશેષગુણો હોય છે. અને ધર્માસ્તિકાયાદિ શેષ ચાર દ્રવ્યોમાં ત્રણ-ત્રણ વિશેષગુણો હોય છે.
(૧) જીવમાં- જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય-ચેતનત્વ-અમૂર્તત્વ. (૨) પુલમાં- વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-અચેતનત્વ-મૂત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org