SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ “નવતત્વ પ્રકરણ” ૪૭ પ્રશ્ન- [૧૧૨] જીવને કર્મો લાગવાનું કારણ શું ? ઉત્તર- (૧) વાસ્તવિક પરિસ્થિતનું અજ્ઞાન, (૨) ક્રોધાદિ કષાયોનો આવેશ વાસનાદિ, (૩) સંસારિક ભોગોનો અત્યાગ, અને (૪) મનવચન-કાયાની શુભાશુભ ચેષ્ટા. આ ચાર કારણોથી જીવ કર્મો બાંધે છે. સંક્ષેપમાં આત્મા આત્મસ્વભાવને છોડીને વિભાવદશામાં વર્તે છે તેથી કર્મો બાંધે છે. પ્રશ્ન- [૧૧૭] જીવ બળવાનું છે? કે કર્મ બળવાનું છે ? ઉત્તર- જે જીતે તે બળવાનું છે અને જે હારે તે નિર્બળ છે. ક્યારેક પૂર્વે બાંધેલા ચીકણાં તીવ્ર કર્મો ઉદયમાં આવે છે ત્યારે કર્મ બળવાનું અને જીવ નિર્બળ કહેવાય છે. જેમ કે નંદિપેણ ઋષિ, અષાઢાભૂતિ મુનિ આદિ તીવ્ર કર્મને લીધે પતન પામ્યા. તથા કયારેક જીવ એવો પ્રબળ પુરુષાર્થ કરે છે કે જેના પ્રતાપે ચીકણાં કર્મોને પણ તોડી કેવલજ્ઞાનાદિ લક્ષ્મી પામે છે. જેમકે ખંઘકમુનિના શિષ્યો, સુકોશલમુનિ વિગેરે કે જેઓ આવેલા દુસહ ઉપસર્ગોને સહન કરી કર્મ ખપાવી કેવળશ્રી વર્યા. પ્રશ્ન- [૧૧૪] કર્મ પુદ્ગલ છે, રૂપી છે, મૂર્તિ છે અને આત્મા અમૂર્ત છે. છતાં અમૂર્ત એવા આત્માને કર્મ કેમ લાભ-નુકસાન કરી શકે ? - નિત્તર- બુધ્ધિની જેમ આત્માને મૂર્ત એવાં કર્મોથી લાભ-નુકસાન થાય છે. જેમ બુધ્ધિ અમૂર્તિ છે છતાં મદિરાપાનથી વિનાશ પામે છે અને ઔષધિઓથી વૃધ્ધિ પામે છે. તેમ આત્મા અમૂર્ત હોવા છતાં પણ કર્મોથી લાભ-નુકસાન પામે છે. વળી ભોજન -પાણી- વસ્ત્ર- મકાનઅલંકારો ઈત્યાદિ પુદ્ગલો છે અને મૂર્ત છે છતાં તેનાથી પણ આત્માને જેમ હર્ષ-શોકાદિ થાય છે તેમ કર્મો મૂર્ત હોવા છતાં પણ તેનાથી જીવને હર્ષ-શોકાદિ થાય છે. પ્રશ્ન- [૧૧૫] કર્મ એ શું વસ્તુ છે? અન્યદર્શનકારી કર્મને શું માને છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy