________________
૧૫૧
“અનેકાન્તવાદ” વધુમાં વધુ કેટલી વાર પામી શકાય ?
ઉત્તર- સમ્યકત્વ મોહનીય-મિશ્રમોહનીય-મિથ્યાત્વમોહનીય તથા અનંતાનુબંધી ચાર કષાય એમ દર્શન સપ્તકનો મૂળથી જ સર્વથા ક્ષય થવાના કારણે ભગવાનના ધર્મ ઉપર જે રૂચિ થાય તે ક્ષાયિક સમ્યકત્વ.
આ સમ્યકત્વ આવ્યા પહેલાં જો જીવે પરભવનું આયુષ્ય અથવા જિનનામ કર્મ બાંધ્યું નથી તે જીવો તે જ ભવે મોક્ષે જાય છે અને જે જીવોએ પરભવનું આયુષ્ય દેવ-નરકનું બાંધ્યું હોય તે જીવો તથા જિનનામકર્મ બાંધ્યું હોય તે જીવો ત્રણ ભવે મોક્ષે જાય છે. એક ભવ ક્ષાયિક પામ્યો તે, બીજો ભવ દેવ અથવા નરકનો અને ત્રીજો ભવ મનુષ્યનો.
જેઓએ મનુષ્ય તથા તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય છે તે નિયમો યુગલિક ભૂમિના જ બદ્ધાયુષ્ક હોવાથી ચાર ભવે મોક્ષે જાય છે. એક ભવ ક્ષાયિક પામે તે, બીજો ભવ યુગલિક મનુષ્ય-તિર્યચનો, ત્રીજો ભવ દેવનો, અને ચોથો ભવ મનુષ્યનો.
સામાન્યથી ૩-૪ ભવે જ મોક્ષે જાય છે. પરંતુ કવચિત એવા મનુષ્ય ક્ષેત્રમાં જન્મે કે જ્યાં મોક્ષમાર્ગ ચાલુ ન હોય તો પાંચ ભવ પણ અપવાદે કરે છે. એક ભવ ક્ષાયિક પામે તે, બીજો ભવ દેવનારકીનો, ત્રીજો ભવ મનુષ્યનો (પરંતુ મોક્ષમાર્ગ ન હોય તેવા ક્ષેત્રકાળનો), ચોથો ભવ દેવનો, પાંચમો ભવ મનુષ્યનો.
આ ક્ષાયિક સમ્યકત્વ સંસાર ચક્રમાં એકજ વાર આવે છે. આવેલું કદાપિ ચાલ્યું જતું નથી. માટે સાદિ-અનંત છે.
પ્રશ્ન-[૩૯] ઉપશમ અને ક્ષયોપશમ સમ્યકત્વ અટલે શું ? તે સંસારચક્રમાં કેટલીવાર પ્રાપ્ત કરી શકાય ?
ઉત્તર- ઉપરોક્ત મોહનીય કર્મની દર્શનસપ્તકની સાતે કર્મ પ્રવૃતિઓ જેઓએ સર્વથા એવી દબાવી દીધી છે કે જેનો રસોદય કે પ્રદેશોદય ન થાય, સર્વથા ઉપશાન્તિ થવી તે સમ્યકત્વ ઉપશમ સમ્યકત્વ.
આ સમ્યકત્વ ઉપશમ શ્રેણીમાં વધુમાં વધુ ચાર વાર આવે છે અને અનાદિ મિથ્યાત્વી સૌ પ્રથમ જે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org