________________
૧૧૮
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
અતીન્દ્રિય જ્ઞાનથી દેખાય જ છે. માટે પ્રમેયત્વ ગુણ વિનાના નથી. પ્રશ્ન- [૩૧૬] “અગુરુલઘુત્વ” ગુણ માનવાથી શું લાભ
થાય ?
ઉત્તર- પાંચે દ્રવ્યો એક-બીજા સાથે રહેવા છતાં, એકબીજા સાથે ઓતપ્રોત થઈને રહે છતાં અન્યદ્રવ્ય રૂપે કદાપિ થતાં નથી જેમ લોઢુ અને અગ્નિ તપ્તાવસ્થામાં ઘણો ટાઇમ સાથે રહે છતાં લોખંડનો એક કણ અગ્નિ ન બને, અને અગ્નિનો એક કણ લોખંડ ન બને, તેમ જીવશરીર, તથા ધર્મ-અધર્મ-આકાશ, એક ક્ષેત્રવત્ હોવા છતાં એક પણ પ્રદેશ પર દ્રવ્યરૂપે થતું નથી તે અગુરુલઘુગુણનો પ્રતાપ છે.
પ્રશ્ન- [૩૧૭] ઓછી અક્કલવાળાને “તું તો જડ છે” એમ કહેવાય છે તે શી રીતે ઘટે ?
ઉત્તર- તે માત્ર ઉપચાર છે. વાસ્તવિક નથી. જો જડ હોય તો અગ્નિના યોગે શું પીડા ન થાય ? થાય જ. માટે જડ નથી, ફકત જડવસ્તુ જેમ વિવેકહીન છે તેમ આ દ્રવ્ય ચેતન હોવા છતાં હીનચેતનાના કા૨ણે વિવેકશૂન્ય છે તેથી તેમાં જડતાનો આરોપમાત્ર છે વાસ્તવિક જડ નથી.
પ્રશ્ન- [૩૧૮] લોખંડ દ્રવ્ય પારસમણીના યોગથી સુવર્ણદ્રવ્ય બને છે. તો એમ કેમ સમજાવો છો કે બે દ્રવ્યો સાથે રહેવા છતાં પરદ્રવ્યરૂપે ન થાય ? લોખંડ દ્રવ્ય સુવર્ણદ્રવ્ય રૂપ થયું જ ને ? ઉત્તર- લોખંડ કે સુવર્ણ એ હકીકતથી દ્રવ્ય જ નથી, પરંતુ પર્યાય છે તેમાં ‘પુત્તુલ એ દ્રવ્ય” છે. લોખંડપણું અને સુવર્ણપણું એ તો તેના પર્યાય માત્ર છે તેથી કડુ-કુંડલ જેમ સુવર્ણના પર્યાય છે. તેમ લોખંડપણું અને સુવર્ણપણું એ પણ પુદ્ગલદ્રવ્યના પર્યાય છે. દ્રવ્ય તો ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલકાળ અને જીવ એમ છ જ છે. તેમાંનું કોઈ એક દ્રવ્ય-બીજા દ્રવ્ય સ્વરૂપે થતું નથી. તેથી જેમ જીવ મનુષ્ય પણે મરીને દેવપર્યાય પામે છે પરંતુ અજીવદ્રવ્ય રૂપે બનતો નથી તેમ લોખંડ પર્યાય સુવર્ણપર્યાયરૂપે બને છે પરંતુ બન્ને અવસ્થામાં પુદ્ગલદ્રવ્ય એક જ છે. તે પુદ્ગલ દ્રવ્ય કદાપિ જીવદ્રવ્ય બનતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org