________________
“અનેકાન્તવાદ”
૧૧૯
પ્રશ્ન- [૩૧] “પ્રદેશત્વ” છઠ્ઠો ગુણ માનવાથી શું લાભ ?
ઉત્તર- પાંચે દ્રવ્યો અસંખ્યાત પ્રદેશોનાં બનેલાં છે. ફકત આકાશ લોક-અલોક ઉભય વ્યાપી હોવાથી અનંત પ્રદેશાત્મક છે. અને પુદ્ગલ સંખ્યાત અસંખ્યાત-અનંત પ્રદેશાત્મક છે. સર્વે દ્રવ્યો પ્રદેશોનાં પિંડરૂપ છે માટે આકારવાળાં છે. એમ આ ગુણથી સમજાય છે.
પ્રશ્ન- [૩૨૦] જો સર્વે દ્રવ્યો પ્રદેશોના પિંડરૂપ જ હોય અને સાકાર જ હોય તો મોક્ષગત આત્માઓ “નિરંજન નિરાકાર” કહેવાય છે તેનું શું ?
ઉત્તર- શરીર-પુગલ-અને વર્ણાદિ વાળો જે મૂર્તિ આકાર તે આકાર મોક્ષગત જીવોને નથી માટે તેની અપેક્ષાએ નિરાકાર છે. પરંતુ પોતાનામાં રહેલા પ્રદેશત્વગુણથી તો તે પણ સાકાર છે. તેથી જ શરીર રહિત એવા પણ સિધ્ધપરમાત્માઓની ૨/૩ લંબાઈ-પહોળાઈ અવગાહના
હોય છે.
પ્રશ્ન- [૩૨૧] જો સર્વદ્રવ્યોમાં પ્રદેશત્વ ગુણ હોય જ, તો પરમાણુમાં આ ગુણ કેવી રીતે ઘટે ? તત્ત્વાર્થમાં તો નાખો પ-૧૧માં અને પ્રદેશો હોતા નથી એમ કહ્યું છે ?
ઉત્તર- “અણુ” પણ અપેક્ષાવિશેષે સપ્રદેશી છે. માત્ર તે અત્યંત નિર્વિભાજ્ય હોવાથી તેના ખંડ-ખંડ થવા રૂપ દ્રવ્યપ્રદેશો તેમાં નથી તેથી દ્રવ્ય પ્રદેશત્વ ગુણ તેનામાં નથી. પરંતુ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને તેના ઉત્તરભેદ સ્વરૂપે અનેક પ્રકારે રૂપાન્તર થવા સ્વરૂપ ભાવ પ્રદેશત્વની અપેક્ષાએ તે સમદેશી છે. તેથી જ કર્મગ્રંથોમાં એકેક પરમાણુને “પરમાણુ વર્ગણા” કહેલી છે. (જુઓ કર્મગ્રંથ પાંચમો તથા કમ્મપયડિ બંધનકરણ)
પ્રશ્ન- [૩૨] “ચેતનવ” નામના સાતમા ગુણથી શું લાભ ?
ઉત્તર- ચેતનત્વ નામના ગુણથી જીવ જગતના પદાર્થોનો બોધ કરે છે પદાર્થોને સામાન્ય-વિશેષ ઉભયપણે જાણી-સમજી શકે છે. જો જીવમાં આ ગુણ ન માનવામાં આવે તો જીવ અજીવમાં ભેદ ન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org