________________
૮૮
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા છે તેથી એકેક જોડકા ઉપર એકેક સપ્તભંગી થતી હોવાથી આવી સપ્તભંગીઓ અનંતી છે.
પ્રશ્ન- [૨૨૨] કોઈ પણ વિરોધી દેખાતાં બે સ્વરૂપો ઉપર સપ્તભંગી બનાવવી કેવી રીતે ?
ઉત્તર- પ્રથમના ત્રણ ભાંગા એકેક પદના બનાવવા, તેથી તે એક સંયોગી ભાંગા કહેવાય છે. જેમ કે (૧) સદ્ ગતિ, (૨) રાત્ નાસ્તિ, અને (૩) યાત્ વક્તવ્ય; ત્યાર પછી બે બે પદો સાથે કરવાથી બીજા ત્રણ ભાંગા થશે તે દ્વિસંયોગી કહેવાય છે. જેમ કે (૪) થાત્
તિ-નીતિ (૫) યાદ્ ગતિ મત્રવતવ્ય, (૬) ર્ નાસ્તિ આવવતવ્ય. ત્યારબાદ ત્રણે પદો સાથે જોડવાથી સાતમો ભાંગો બને છે જેને ત્રિસંયોગી ભાંગો કહેવાય છે. જેમ કે (૭) યાત્ ત નાસ્તિ મવક્તવ્ય. . પ્રશ્ન- [૨૨૩] ઉપરોક્ત ચર્ચાનો સાર શું ? - ઉત્તર- સંસારના તમામ પદાર્થો દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે. દ્રવ્યથી નિત્ય છે. પર્યાયથી અનિત્ય છે. માટે પરિણામી નિત્ય છે. સ્વદ્રવ્યાદિની
અપેક્ષાએ અસ્તિસ્વરૂપ છે. પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ સ્વરૂપ છે. દ્રવ્યપણે સમાન છે પર્યાય પણે અસમાન છે. પૂર્વપર્યાયથી વિનશ્વર છે. ઉત્તરપર્યાયથી ઉત્પત્તિમાનું છે અને દ્રવ્યપણે ધ્રૂવ છે. એમ કોઈ પણ પદાર્થ અનેકાન્તાત્મક છે. પરંતુ એકાન્તાત્મક નથી.
પ્રશ્ન- [૨૪] દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય એટલે શું?
ઉત્તર- દ્રવ્યને પ્રધાન કરીને જે નિરૂપણ થાય તે દ્રવ્યાર્થિકનય, અને પર્યાયને પ્રધાન કરીને જે નિરૂપણ થાય તે પર્યાયર્થિકનય કહેવાય
પ્રશ્ન- [૨૫] નય એટલે શું? તેના ભેદો કેટલા ?
ઉત્તર- નય એટલે દૃષ્ટિ, અપેક્ષા, વિવલા, વસ્તુમાં અનંત ધર્મો ભરેલા છે તેમાંથી જે કાળે જેની મુખ્યતા કરવી જરૂરી લાગે તેને મુખ્ય કરવામાં આવે અને બીજાને ગૌણ કરવામાં આવે તે નય કહેવાય છે. તેના મુખ્યત્વે ૨, અને પેટાભેદો કરતાં ૭ ભેદો છે.
પ્રશ્ન- [૨૬] મુખ્યત્વે ૨ અને પેટા ભેદો ૭ કયા કયા ? 'ઉત્તર- (૧) દ્રવ્યાર્થિક નય અને (૨) પર્યાયાર્થિક નય, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org