________________
“અનેકાન્તવાદ”
૮૭
ભેગો કરવાથી આ ભાંગો બને છે. દરેક વસ્તુઓ પર્યાયથી અનિત્ય છે. પરંતુ દ્રવ્ય-પર્યાય એમ ઉભય સ્વરૂપ સાથે વિચારીએ તો અવક્તવ્ય પણ છે. (૭) યાદ્-નિત્ય-અનિત્ય-અવવક્તવ્ય - પહેલો, બીજો અને ત્રીજો એમ ત્રણે ભાંગા ભેગા કરવાથી આ ભાંગો બને છે. સર્વે વસ્તુઓ દ્રવ્યથી નિત્ય પણ છે. પર્યાયથી અનિત્ય પણ છે. એમ ક્રમશ : બોલીએ તો સમજી શકાય તેમ છે. પરંતુ યુગપદ્ વિચારીએ તો અવક્તવ્ય પણ છે.
ઉપર મુજબ સાત ભાંગાઓના અર્થો જાણવા. પ્રશ્ન- [૨૧૯] આ નિત્ય-અનિત્ય ની જેમ શું બીજે પણ સાતભાંગા થાય ?
ઉત્તર- હા, આવા પ્રકારનાં પરસ્પર વિરોધી દેખાતાં ઉભય સ્વરૂપ જેટલાં હોય તે તમામમાં સાતભાંગા થાય છે. જેમ કે (૧) અસ્તિનાસ્તિ, (૨) ભિન્નાભિન્ન, (૩) સમાન અસમાન, વગેરેમાં પણ સાત સાત ભાંગા થાય છે.
પ્રશ્ન- [૨૨૦] અસ્તિ-નાસ્તિ એટલે શું ? તેના સાતભાંગા કેવી રીતે થાય ?
ઉત્તર- સંસારના તમામ પદાર્થો સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ વડે અસ્તિસ્વરૂપ છે. હોવારૂપ છે અને તે જ તમામ પદાર્થો પરદ્રવ્ય-૫૨ક્ષેત્ર-૫૨કાળ અને પરભાવ રૂપે નાસ્તિ સ્વરૂપ છે. જેમ કે માટીનો એક ઘટ છે. તે માટી દ્રવ્યરૂપે અસ્તિ છે. પરંતુ ત્રાંબા દ્રવ્યરૂપે નાસ્તિ છે, જે ગામમાં તે બનાવાયો છે તે ગામ-ક્ષેત્ર આશ્રયી અસ્તિ છે. બીજા ગામ-ક્ષેત્ર આશ્રયી નાસ્તિ છે. શિશિર આદિ જે ૠતુમાં બનાવાયો છે તેને આશ્રયી અસ્તિ છે. ઇતર ઋતુને આશ્રયી નાસ્તિ છે. જે રૂપ-રંગવાળો છે તે કૃષ્ણ-રક્તાદિ ભાવે અસ્તિ છે ઇતર રૂપે નાસ્તિ છે. ઇત્યાદિ.
Jain Education International
પ્રશ્ન- [૨૨૧] આવી સમભંગીઓ કેટલી થતી હશે ? ઉત્તર- પરસ્પર વિરોધી દેખાતાં બે સ્વરૂપોનાં જોડકાં અનંતાં હોય
For Private & Personal Use Only
www.jainelibrary.org