________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
ઉત્તર- ઉપર સમજાવ્યા મુજબ વસ્તુનુ સ્વરૂપ નિત્યાનિત્ય-ભિન્નાભિન્ન એમ ઉભયાત્મક છે. તેથી તેને વ્યવસ્થિત સમજવા માટે સાતભાંગા બને છે તે સાત ભાંગાને સપ્તભંગી કહેવાય છે.
૮૬
પ્રશ્ન- [૨૧૭] તે સાતમાંગા કયા કયા ?
ઉત્તર---‘નિત્યાનિત્ય’' એવું વસ્તુનું જે સ્વરૂપ છે તેના સાત ભાંગા આ પ્રમાણે (૧) સાદ્ નિત્ય, (૨) સ્યાદ્ અનિત્ય, (૩) સ્યાદ્ અવાચ્ય, (૪) યાદ્ નિત્ય-અનિત્ય, (૫) સ્યાદ્ નિત્ય-અવાચ્ય, (૬) સ્યાદ્ અનિત્ય-અવાચ્ય, અને (૭) સ્યાદ્ નિત્ય-અનિત્ય-અવાચ્ય, પ્રશ્ન- [૨૧૮] ઉપરોક્ત સાત ભાંગાઓનો અર્થ શું ? ભાવાર્થ
શું ?
=
ઉત્તર- (૧) સ્વાત્ નિત્ય = દરેક વસ્તુઓ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ એટલે કે દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે. માટે કંઇક અંશે કથંચિત્ નિત્ય છે. (૨) સ્વાત્ અનિત્ય દરેક વસ્તુઓ પર્યાયર્થિકનયની અપેક્ષાએ એટલે કે પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. માટે કંઇક અંશે = કથંચિત્ અનિત્ય પણ છે. (૩) સ્થાત્ અવક્તવ્ય = દરેક વસ્તુમાં નિત્ય અનિત્ય ઉભય સ્વરૂપ હોવાથી જો યુગપદ્ = એકી સાથે બન્ને સ્વરૂપ કહેવા જઇએ તો તે કહી શકાય તેવું ન હોવાથી સ્વાદ્ અવ્યવક્તવ્ય કહેવાય છે. (૪) સ્વાત્ નિત્ય-અનિત્ય = પહેલો અને બીજો ભાંગો ભેગો કરવાથી આ ભાંગો બને છે. દરેક વસ્તુઓ દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. અને ક્રમશઃ શબ્દથી બોલી પણ શકાય છે. (૫) સ્વાત્ નિત્ય-અવવક્તવ્ય = પહેલો અને ત્રીજો ભાંગો ભેગો કરવાથી આ ભાંગો બને છે. દરેક વસ્તુઓ દ્રવ્યથી નિત્ય છે. પરંતુ દ્રવ્ય-પર્યાય ઉભય સ્વરૂપ યુગપદ્ વિચારીએ તો અવક્તવ્ય પણ છે. (૬) સ્વા-અનિત્ય-અવક્તવ્ય = બીજો અને ત્રીજો ભાંગો
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org