________________
“અનેકાન્તવાદ’
૮૫
નથી વાસનાવાળો નથી. માટે બન્ને અવસ્થામાં અવસ્થાથી ભિન્ન છે. છતાં દેવદત્તપણે બન્ને અવસ્થામાં તે એનો એ જ છે અર્થાત અભિન્ન છે એક જ છે.
સોનાનો હાર ભગાવી બંગડી બનાવતાં હાર અને બંગડી પર્યાય આશ્રયી ભિન્ન છે પરંતુ સુવર્ણદ્રવ્ય આશ્રયી અભિન્ન છે.
પ્રશ્ન- [૨૧૪] જો નિત્યાનિત્ય, દ્રવ્ય-પર્યાય, સમાન-અસમાન અને ભિન્નાભિન્ન આવું પરસ્પર વિરોધી વસ્તુનું સ્વરૂપ હોય તો તે શબ્દથી બોલી શકાય તેવું માનવું કે ન બોલી શકાય તેવું માનવું ?
ઉત્તર- વસ્તુનું સ્વરૂપ કહેવા યોગ્ય (વાચ્ય અર્થાત્ વકતવ્ય) પણ છે અને કહેવાને અયોગ્ય (અવાચ્ય અર્થાત અવક્તવ્ય) પણ છે. જ્યારે ક્રમશઃ અકેક વર્ણન સમજાવવું હોય તો પ્રથમ નિત્યનું વર્ણન સમજાવી પછી અનિત્યનું વર્ણન કહી શકાય છે. તે જ રીતે પ્રથમ દ્રવ્યનું સ્વરૂપ સમજાવી પછી પર્યાયનું સ્વરૂપ સમજાવી શકાય છે માટે ક્રમશઃ ને આશ્રયી વાચ્ય-વક્તવ્ય છે પરંતુ યુગપ ્=એકી સાથે પરસ્પર વિરોધી બન્ને સ્વરૂપો કહેવાં હોય તો તે ન કહી શકાય તેવાં છે. માટે અવાચ્ય પણ છે.
પ્રશ્ન- [૨૧૫] વસ્તુનુ સ્વરૂપ ઉભયાત્મક છે. તેમાં અનેકાન્તવાદ કેવી રીતે સમજવો ?
ઉત્તર- વસ્તુનુ સ્વરૂપ ઉભયાત્મક છે માટે કોઇ પણ એક જ સ્વરૂપ વસ્તુનું છે અને બીજા સ્વરૂપ વસ્તુનું નથી એમ બોલી શકાતું નથી. જો એમ બોલીએ તો ખોટુ થાય છે. તે જ એકાન્તવાદ છે. જેમ કે આ આત્મા અનાદિ-અનંત જ છે. નિત્ય જ છે. કદાપિ બદલાતો નથી. ઇત્યાદિ. ભલે આત્મા દ્રવ્યથી નથી બદલાતો માટે નિત્ય જરૂર છે પરંતુ સાથે સાથે પર્યાયથી અવશ્ય પ્રતિક્ષણે બદલાય પણ છે. માટે નથી જ બદલાતો એમ કેમ બોલાય ? તેથી એકાન્તે ન બોલવું પરંતુ અપેક્ષાએ બોલવું તે જ અનેકાન્તવાદ.
પ્રશ્ન- [૨૧૬] સસભંગી શબ્દ શાસ્ત્રોમાં આવે છે તેનો અર્થ
શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org