________________
૬o
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
પુણ્ય ૪૨ પ્રકારે ફળ આપે છે અને પાપ ૮૨ પ્રકારે ફળ આપે છે. જેમ કે શરીર નિરોગી મળે તે સાતવેદનીય (પુણ્ય) અને આ જ શરીર રોગિષ્ટ મળે તે અસતાવેદનીય (પાપ), ઈત્યાદિ.
પ્રશ્ન- [૧૫] તે ૪૨+૮૨ પ્રકારો કયા કયા?
ઉત્તર- ૪૨+૮૨=૧૨૪ પ્રકારો કર્મગ્રંથના પ્રશ્નોત્તરી વખતે સમજાવીશું ત્યાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચાર ભેદો પુષ્યમાં પણ છે અને પાપમાં પણ છે. શુભવર્ણાદિ પુણ્યમાં ગણાય છે અને અશુભવર્ણાદિ પાપમાં ગણાય છે. તેથી તેને જુદા-જુદા ન ગણતાં એકરૂપે જો ગણીએ તો ૧૨૦ ભેદો થાય છે, તે જ આઠ કર્મોના ૧૨૦ ભેદો છે.
પ્રશ્ન- [૧૫૩] આઠે કર્મોના ભેદો શું પુણ્ય અને પાપ એમ બન્નેમાં આવે છે ?
ઉત્તર-ના, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય, એમ ચાર ધાતકર્મો માત્ર પાપ તત્ત્વમાં જ આવે છે અને બાકીનાં ચાર અધાતકર્મોના કેટલાક ભેદો પુણ્યમાં, અને કેટલાક ભેદો પાપમાં આવે છે.
પ્રશ્ન-[૧૫૪] પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ, એમ ચૌભંગી આવે છે તેનો અર્થ શું ?
ઉત્તર- સુખ-સામગ્રી આપનારો શુભ કર્મોનો જે ઉદય તે પુણ્ય. પરંતુ તે પુણ્ય બે પ્રકારનું હોય છે. કોઈ વખત સુખ-સામગ્રી વાળુ પુણ્ય એવું મળે છે કે તે પુણ્ય ભોગવતાં ભોગવતાં આ જીવ મોહનો . ત્યાગ કરે છે, વૈરાગી બને છે. ત્યાગી બને છે. આવા પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે અને કોઈ વખત આ સુખસામગ્રી આપનારું પુણ્ય એવું ઉદયમાં આવે છે કે તે ભોગવતાં ભોગવતાં ભોગની આસક્તિ વધે, વિકારો અને વાસનાઓ વધે, તે પાપાનુબંધી પુણ્ય કહેવાય છે.
પ્રશ્ન- [૧૫૫] સંક્ષેપમાં વ્યાખ્યા શું? અને તે દ્રષ્ટાંત સાથે સમજાવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org