________________
“નવતત્વ પ્રકરણ
પ્રશ્ન- [૧૫૦] શું શું કરવાથી પાપ બંધાય છે ?
ઉત્તર- નીચે મુજબના ૧૮ પાપનાં સ્થાનકો સેવવાથી પાપ બંધાય છે.
- (૧).
પ્રાણાતિપાત = જીવોની હિંસા, (૨) મૃષાવાદ = જુઠું બોલવું, (૩) અદત્તાદાન = ચોરી કરવી, રજા વિના લેવું, (૪) મૈથુન = સંસાર સેવન, (૫) પરિગ્રહ = મમતા-મૂછ, વસ્તુનો સંગ્રહ,
ક્રોધ = આવેશ, ગુસ્સો, તપી જવું તે. (૭) માન = અભિમાન, મોટા દેખાવાની વૃત્તિ. (૮) માયા = જુઠ-કપટ-છળ-પ્રપંચ. (૯) લોભ = આસકિત, ઇચ્છા-આશા, (૧૦) રાગ = હર્ષ-આનંદ-પ્રેમ સ્નેહ, (૧૧) દ્વેષ = શોક, નાખુશીભાવ, કડવાશ, દાઝ, (૧૨) કલહ = કજીયો, ઝધડો, કંકાશ, વૈમનસ્ય, વેરઝેર, (૧૩) અભ્યાખ્યાન = કલંક આપવું, આક્ષેપ કરવો, (૧૪) પૈશુન્ય = ચાડી ખાવી, નાની ભુલ મોટી કરવી. (૧૫) રતિ-અરતિ = પ્રીતિ, અપ્રીતિ, (૧૬) પર પરિવાદ = પારકાની નિંદા-ટીકા કરવી. (૧૭) માયામૃષાવાદ = કપટ પૂર્વક જુઠું બોલવું. (૧૮) મિથ્યાત્વશલ્ય = કુદેવ-કુગુરૂ-કુધર્મ-કુશાસ્ત્ર ઉપરની
શ્રધ્ધા. ઉપરોકત ૧૮ પ્રકારનાં પાપોનું આસેવન કરવાથી આ આત્મા પાપ કર્મો બાંધે છે.
પ્રશ્ન- [૧૫૧] પુણ્ય અને પાપ જ્યારે ઉદયમાં આવે ત્યારે કેવાં કેવાં ફળ આપે ?
ઉત્તર- પુણ્ય અને પાપ જ્યારે જ્યારે ઉદયમાં આવે ત્યારે ત્યારે
જેક.પા.-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org