________________
૫૮
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૧૪] આ દુનિયામાં ચંદ્ર-સૂર્યો કેટલા? જૈનશાસ્ત્રકારો બે માને છે અને વિજ્ઞાન એક માને છે તો સત્ય શું?
ઉત્તર- આ દુનિયામાં ચંદ્ર-સૂર્યો એક બે નથી પરંતુ અસંખ્ય અસંખ્ય છે, જેનશાસ્ત્રોમાં જે ર ચંદ્ર અને ૨ સૂર્યો કહેલા છે તે ફકત જંબૂદ્વીપમાં જ, બાકી લવણસમુદ્રમાં ૪-૪, ધાતકી ખંડમાં ૧૨-૧૨ ઇત્યાદિ અનેક ચંદ્ર-સૂર્યો જૈનશાસ્ત્રોમાં કહેલા છે અને હવે વિજ્ઞાન પણ એમ કહે છે કે આવા અનેક ચંદ્ર-સૂર્યો હોય એમ લાગે છે.
પ્રશ્ન- [૧૪૭] ચંદ્ર-સૂર્યની ગતિથી જણાતા કાળદ્રવ્યનું સ્વરૂપ
ઉત્તર- કાળનો અત્યન્ત સૂક્ષ્મ-નિર્વિભાજ્ય ભાગ તે સમય કહેવાય છે તેના સમુહથી આવલિકા વિગેરે બને છે. અને તેનાથી રાત્રિ-દિવસપખવાડીયું-માસ-વર્ષ વિગેરે થાય છે.
પ્રશ્ન- [૧૪૮] પુણ્ય અને પાપ એટલે શું ?
ઉત્તર- જીવ જેનાથી સુખી થાય, આનન્દિત થાય, પ્રસન્ન થાય તે પુણ્ય કહેવાય છે. અને જીવ જેનાથી દુઃખી થાય, નારાજ થાય, શોકાતુર થાય તે પાપ કહેવાય છે.
પ્રશ્ન- [૧૪૯] શું શું કરવાથી પુણ્ય બંધાય છે ? ઉત્તર- નીચે મુજબનાં ૯ કાર્યો કરવાથી પુણ્ય બંધાય છે.
(૧) યોગ્ય પાત્રને અન્નદાન કરવાથી પુણ્ય બંધાય છે. (૨) યોગ્ય પાત્રને જલ દાન કરવાથી પુણ્ય બંધાય છે. (૩) યોગ્ય પાત્રને વસતિદાન કરવાથી પુણ્ય બંધાય છે. (૪) યોગ્ય પાત્રને વસ્ત્રદાન કરવાથી પુણ્ય બંધાય છે. (૫) યોગ્ય પાત્રને શયનદાન કરવાથી પુણ્ય બંધાય છે. (૬) મનમાં શુભ વિચારો કરવાથી પુણ્ય બંધાય છે. (૭) વાચાથી શુભ ભાષા બોલવાથી પુણ્ય બંધાય છે. (૮) કાયાથી શુભ ચેષ્ટા કરવાથી પુણ્ય બંધાય છે. (૯) ઉત્તમ દેવ-ગુરૂ-ધર્મને નમસ્કાર કરવાથી પણ પુણ્ય
બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org