________________
૧૧૬
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પોતાના “અસ્તિત્વ” ગુણથી સ્વયં સદા સૈકાલિક અબાધિત ધ્રુવ છે.
વળી એકદ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સદા રહેવા છતાં પોતાના અસ્તિત્વ ગુણથી કદાપિ બીજદ્રવ્ય સ્વરૂપે થતાં નથી જીવ અજીવ સાથે અને અજીવ જીવ સાથે સદા રહે છે પરંતુ જીવનો એકપ્રદેશ પણ અજીવ થતો નથી અને અજીવનો એક પ્રદેશ પણ જીવ થતો નથી. તે અસ્તિત્વ ગુણનો પ્રતાપ છે.
હું દ્રવ્યથી સદા સ્વયં અનાદિ-અનંત છું. મારી ઉત્પત્તિ કે મરણ થતું નથી મારા પર્યાયોની ઉત્પત્તિ-વિનાશ થાય છે. અને તેમાં અન્યદ્રવ્ય નિમિત્ત માત્ર છે. કર્તા નથી. ઈત્યાદિ યથાર્થજ્ઞાન અને સમ્યગ્દર્શનનું કારણ બને છે.
પ્રશ્ન- [૩૦] “વસ્તુત્વ” નામના બીજા ગુણને માનવાથી શું લાભ થાય ?
ઉત્તર- “વસ્તુત્વ” ગુણથી પાંચે દ્રવ્યોમાં પોતપોતાના ગુણ-પર્યાયો વર્તે છે. કોઈ પણ દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય વિનાનું કદાપિ નથી. વસ્તુ” શબ્દ વત્ ધાતુ ઉપરથી બનેલ છે. ગુણ-પર્યાયોનો છે વસવાટ જેમાં તે વસ્તુત્વ. સર્વ દ્રવ્યોમાં સદાકાળ પોતપોતાના ગુણ-પર્યાયો વર્તે જ છે તે.
પ્રશ્ન- [૩૧] “વસ્તુત્વ” માનવાથી કોઈ ઈતર દર્શનોની માન્યતાનું નિરસન થાય છે ?
ઉત્તર- હા, સાંખ્યદર્શનને માન્ય આત્મા નિર્ગુણ છે. અકર્તા અને અભોક્તા છે તેનું નિરસન થાય છે. ન્યાય-વૈશેષિક દર્શનકારો આત્માને એકાન્ત નિત્ય માને છે પરંતુ પર્યાયવાળો હોવાથી પરિવર્તનશીલ છે તેથી તે મતનું નિરસન થાય છે. વેદાન્તદર્શન સર્વનું “અદ્વૈત” માને છે. પરંતુ દરેક આત્માઓ સ્વગુણ અને સ્વપર્યાય વડે ભિન્ન ભિન્ન હોવાથી તે મતનું પણ નિરસન થાય છે.
પ્રશ્ન- [૩૧૧] “દ્રવ્યત્વ”નામનો ત્રીજો ગુણ માનવાથી શું લાભ થાય ?
ઉત્તર- સદાકાળ એકાત્તે નિત્ય નથી, પરંતુ પરિવર્તનશીલ દ્રવીભૂત સ્વભાવવાળું છે. તેથી આ આત્મા એકકાળે કર્મોનો કર્તા પણ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org