SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ “નવતત્વ પ્રકરણ ૫૫ એ જ આત્મા છે એમ માને છે. ન્યાય-વૈશેષિક દર્શનકારો દરેક આત્મા નિત્ય છે સર્વવ્યાપી છે એમ માને છે. વેદાન્તદર્શન સર્વનો એક જ આત્મા છે તે પરમાત્મા છે એમ અદ્વૈતવાદ માને છે. પ્રશ્ન- [૧૩૫] અજીવ તત્ત્વના ભેદ કેટલા ? અને કયા કયા ? ઉત્તર- અજીવ તત્ત્વના ૪ ભેદ (અપેક્ષાવિશેષે) ૫ ભેદ છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, અને (૫) વ્યવહાર નય આશ્રયી કાળદ્રવ્ય. પ્રશ્ન- [૧૩૬] આ દ્રવ્યોનું સ્વરૂપ શું ? ઉત્તર- ધર્માસ્તિકાય અરૂપી છે, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનું છે. ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેનાર છે. સૂમ છે. અતીન્દ્રિય છે. કેવલજ્ઞાનીથી જ ગમ્ય છે, અને જીવ-પુગલોને હાલવા-ચાલવામાં ગતિસહાયક છે, જેમ માછલાને તરવામાં પાણી, પંખીને ઉડવામાં પવન, મનુષ્યોને વાંચનમાં પ્રકાશ સહકારી કારણ છે. તેમ જીવ પુગલને આ દ્રવ્ય ગતિમાં સહાયક છે. અધર્માસ્તિકાય દ્રવ્ય પણ ધર્માસ્તિકાયની જેમ જ અરૂપી વર્ણાદિ વિનાનું છે. પરંતુ વૃક્ષોની છાયા ઉભા રહેવામાં જેમ સહાયક છે, તેમ આ દ્રવ્ય જીવ-પુગલોને ગતિને બદલે સ્થિતિમાંsઉભા રહેવામાં સહાયક છે. આકાશાસ્તિકાય દ્રવ્ય અરૂપી છે, વર્ણાદિ વિનાનું છે, પરંતુ શ્રદ રજજુ આત્મક લોક અને અનંત અલોક એમ લોકાલોકમાં સર્વત્ર વ્યાપક છે. જીવ-પુગલોને અવકાશ આપનાર છે. - પ્રશ્ન- [૧૩૭] લોક અને અલોક એમ બે ભાગ કોના વડે પડયા છે ? ઉત્તર- જ્યાં ધર્મ-અધર્મ-જીવ-પગલાદિ દ્રવ્યો છે તેને લોક કહેવાય છે. તે ચૌદ રાજ ઉંચાઈ પ્રમાણ છે. અને જ્યાં ધર્માદિ દ્રવ્યો નથી તેને અલોક કહેવાય છે, જ્યાં ફકત એક આકાશ દ્રવ્ય જ છે, તે અલોકાકાશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy