________________
૫૬
ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૧૩૮] પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ શું છે ?
ઉત્તર- જેમાં નવા નવા પરમાણુઓનું પુરણ-ગલન થાય આવનજાવન થાય, નવા-જુના પણું બને તે મુદ્દગલ, આ દ્રવ્ય રૂપી છે. વર્ણગંધ રસ-સ્પર્શ વાળું છે. ચક્ષુથી ગોચર છે. ચૌદરાજલોકમાં વ્યાપ્ત છે. આપણને જે કંઈ ચક્ષુથી દેખાય છે તે તમામ પુદ્ગલ દ્રવ્ય છે.
પ્રશ્ન- [૧૩૯] આ પુદ્ગલ દ્રવ્યના ભેદો છે. ? હોય તો તે કેટલા ? અને કયા કયા ?
ઉત્તર- પુગલોના જથ્થાને શાસ્ત્રમાં વર્ગણા કહેવાય છે. તેના અનંતભેદો છે તેમાંથી જીવો વડે ગ્રાહ્ય ૮ ભેદો છે. (૧) ઔદારિક વર્ગણા, (૨) વૈક્રિયવર્ગણા, (૩) આહારક વર્ગણા, (૪) તૈજસવર્ગણા, (૫) ભાષા વર્ગણા (૬) શ્વાસોશ્વાસ વર્ગણા, (૭) મનો વર્ગણા, અને (૮) કાર્મણ વર્ગણા.
આ આઠે વર્ગણાઓ એક પછી એક સૂક્ષ્મ છે. અધિક અધિક પુદ્ગલોના પિંડ સ્વરૂપ છે. પાંચ વર્ગણાઓ શરીરને યોગ્ય છે અને ત્રણ વર્ગણાઓ શ્વાસ-ભાષા અને મનને યોગ્ય છે.
પ્રશ્ન- [૧૪૦] શાસ્ત્રોમાં સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ એવા પણ પુગલના ભેદો આવે છે. તેનો અર્થ શું ?
ઉત્તર- (૧) સ્કંધ=આખી વસ્તુ, પૂર્ણ વસ્તુ, જેમકે ઘડ-પટ વિગેરે.
(૨) દેશ=વસ્તુનો સવિભાજ્ય ભાગ, વસ્તુની સાથે જોડાયેલો પરંતુ જેના ભાગો થઈ શકે તેવો ભાગ, જેમ કે ઘડાનો કાંઠલો, પટનો એક ટુકડો વિગેરે. - (૩) પ્રદેશ=વસ્તુનો નિર્વિભાજ્ય ભાગ, વસ્તુની સાથે જોડાયેલો પરંતુ જેના ભાગો ન થઈ શકે તેવો અન્તિમ ભાગ તે પ્રદેશ. અર્થાત્ નિર્વિભાજ્ય ભાગ.
(૪) પરમાણુ વસ્તુથી છુટો પડેલો નિર્વિભાજ્ય ભાગ.
પ્રશ્ન- [૧૪૧] દેશ અને પ્રદેશ વસ્તુની સાથે જોડાયેલા જ હોય છે, પરંતુ તે જ્યારે વસ્તુથી છુટા પડે ત્યારે શું કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org