________________
૧૪
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન-૩૮૨] દશ પ્રકારનો વિનય કયો કયો ? ઉત્તર- (૧) અરિહંત પરમાત્માનો વિનય કરવો.
(૨) સિદ્ધ પરમાત્માનો વિનય કરવો. (૩) જિનપ્રતિમા અને જિનમંદિરનો વિનય કરવો. (૪) જૈન સૂત્ર-સિદ્ધાન્ત-આગમ રૂપ શાસ્ત્રોનો વિનય
કરવો. (૫) દશ પ્રકારના યતિધર્મોનો વિનય કરવો. (૬) દશ પ્રકારનો મુનિધર્મ પાળનારાઓનો વિનય કરવો. (૭) આચાર્ય ભગવંન્તોનો વિનય કરવો. (૮) જૈન શાસ્ત્રો ભણાવનાર ઉપાધ્યાયજીનો વિનય કરવો. (૯) જૈન શાસનના અંગભૂત ચતુર્વિધ સંઘનો વિનય કરવો. (૧૦) સમ્યકત્ત્વી આત્માઓ અને સમ્યકત્વનાં સાધનોનો - વિનય કરવો. પ્રશ્ન- [૩૮૩] સમ્યકત્વની ત્રણ પ્રકારની શુદ્ધિ કઈ કઈ ? ઉત્તર- (૧) મનશુદ્ધિ : જિનેશ્વર પરમાત્મા અને તેઓએ જણાવેલ
જૈનધર્મ એ જ સાર છે. એના વિના સર્વ મિથ્યા
છે એવો મનમાં દઢ સંકલ્પ તે મનશુદ્ધિ. (૨) વચનશુદ્ધિ : જિનેશ્વર પરમાત્માના અનુયાયી વડે
જે કામકાજ ન થયું તે અન્યથી કદાપિ થાય જ
નહીં એવી વચનથી દઢ પ્રરૂપણા તે વચનશુદ્ધિ. (૩) કાયશુદ્ધિ છેદન-ભેદન-ઉપસર્ગ–અને મહાનુ પરિષહો
આવે તો પણ જિનેશ્વર પરમાત્મા વિના અન્ય કોઈને
પણ દેવબુદ્ધિએ નમસ્કાર ન કરે તે કાયશુદ્ધિ. પ્રશ્ન- [૩૮૪] સમ્યકત્વમાં ન લગાડવા જેવાં પાંચ દુષણો કયાં કયાં ? ઉત્તર- (૧) જૈન ધર્મમાં અવિશ્વાસ-શંકા કરવી તે પ્રથમ દુષણ. (૨) બીજા ધર્મોના મંત્ર-તંત્ર-ચમત્કારાદિ દેખી ઈચ્છા
કરવી તે બે જા દુષણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org