________________
આવશ્યક પ્રકરણ
૨૯
જોઈએ. બીજી ભાષામાં સૂત્રો ચલાવવાની ઈચ્છા માત્ર કરનાર શ્રી સિધ્ધસેન દિવાકર સૂરિજીને ગુરુજીએ પ્રાયશ્ચિત આપ્યું હતું.
એક દેશમાંથી બીજા દેશમાં રહેવા જઈએ તો આપણે બીજા દેશની ભાષા ભણીએ છીએ. પરંતુ બીજા દેશની ભાષાને આપણા દેશની ભાષાના રૂપમાં ફેરવવાનું દબાણ કરતા નથી. અને કરીએ તો ચાલે પણ નહીં.
વળી દરેક દેશના લોકો સૂત્રોને પોતપોતાની ભાષામાં રૂપાન્તર કરવા ઇચ્છે તો મૂળસૂત્ર જેવી કોઈ વ્યવસ્થા જ ન રહે.
તથા સંસ્કૃત પ્રાકૃત ભાષામાં જે પદલાલિત્ય, વિવિધ અર્થ સંપન્નતા, અને અલંકારોનો સમાવેશ હોય છે તે ઈતરભાષામાં અસંભવિત જ છે. માટે સૂત્રોનો પલટો કરવો ઉચિત લાગતો નથી.
પ્રશ્ન- [૬૯] બીજા દેશોમાં પ્રતિક્રમણની બાબતમાં શું ફેરફારો ચાલુ થયા છે ?
ઉત્તર- લંડન - અમેરિકા - આદિ અન્ય દેશોમાં તથા ભારતમાં પણ આવા ફેરફારો ચાલુ થયા છે. (૧) સંવચ્છરી પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સને બદલે ૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ ચાલુ થયેલ છે. (૨) પ્રતિક્રમણનાં સૂત્રો સંસ્કૃત પ્રાકૃતને બદલે ગુજરાતી ગોઠવાયાં છે. (૩) કેટલાંક સૂત્રો ઓછાં કરીને પ્રતિક્રમણ ટુંકાવાયું છે.
પ્રશ્ન- [૭૦] કાઉસ્સગ્ન એટલે શું ? આ શબ્દ કેવી રીતે બન્યો ?
ઉત્તર- કાયોત્સર્ગ શબ્દ ઉપરથી કાઉસ્સગ્ગ શબ્દ બનેલ છે. કાયા + ઉત્સર્ગ, કાયાની તમામ ચેષ્ટાઓનો ત્યાગ, અત્યન્ત સ્થિર થઈ જવું, તત્ત્વચિંતનમાં અતિશય એકાગ્ર બની જવું. તમામ પ્રકારનું હલન-ચલન ત્યજી દેવું તે કાયોત્સર્ગ = કાઉસ્સગ્ગ.
પ્રશ્ન- [૭૧] કાઉસ્સગ્નમાં શું ગણવાનું ?
ઉત્તર- કાઉસ્સગ્નમાં તત્ત્વચિંતન કરવાની જ મૂળવિધિ હતી. પૂર્વકાળના ઋષિમુનિઓ અરણ્યમાં કાઉસ્સગ્ગ મુદ્રાએ સ્થિર થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org