________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા બેઆસણાં, અને બે હજાર ગાથાનો સ્વાધ્યાય કરવાનો પાઠ છે. ચઉમાસીમાં બે ઉપવાસ, ચાર આયંબીલ, છ નીવિ, આઠ એકાસણાં, સોળ બેસણાં, અને ચાર હજાર ગાથાનો સ્વાધ્યાય કરવાનો પાઠ છે. સંવચ્છરીપ્રતિક્રમણમાં ત્રણ ઉપવાસ, છ આયંબીલ, નવ નીવિ, બાર એકાસણા, ચોવીસ આસણાં, અને છ હજાર ગાથાનો સ્વાધ્યાય કરવાનો પાઠ છે. ટાણે પ્રતિક્રમણમાં
આટલી વિશેષતા છે. પ્રશ્ન- [૬૬] દરરોજ પ્રતિક્રમણ કરનારને ૧ વર્ષમાં કેટલાં પ્રતિક્રમણ થાય ? ઉત્તર- (૧) રાઈના પ્રતિક્રમણ ૩૬૦, (૪) ચઉમાસી પ્રતિ.૩
(૨) દેવસિઅ પ્રતિક્રમણ ૩૩૫, (૫) સંવચ્છરી પ્રતિ
(૩) પખ્ખી પ્રતિક્રમણ ૨૧, પ્રશ્ન- [૬૭] પ્રતિક્રમણની આ વિધિમાં આપણાથી કંઈ ફેરફાર થઈ શકે ?
ઉત્તર- ગીતાર્થ આચાર્ય મહારાજાઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિનો વિચાર કરીને ફેરફાર કરી શકે, આપણે ન કરી શકીએ, આપણને કોઈ ફેરફાર કરવા જેવો લાગે તો ગીતાર્થ આચાર્યોને જણાવીને તેઓની સમ્મતિ મળેથી ફેરફાર થઈ શકે, પરંતુ સ્વયં ફેરફાર થાય નહીં. કારણ કે ઇચ્છા મુજબ ફેરફાર કરવાથી અવ્યવસ્થા થાય અને ચાલુ પરંપરા છિન્ન, ભિન્ન થાય.
પ્રશ્ન- [૬૮] પ્રતિક્રમણનાં સૂત્રો “પ્રાકૃત - સંસ્કૃત ભાષામાં છે. તે સમજાતાં નથી. તેને બદલે ગુજરાતી અથવા ઇંગ્લીશ ભાષામાં રૂપાન્તર કરીને સૂત્રો ચલાવીએ તો ચાલે કે કેમ ?
ઉત્તર- આ પ્રયોગ ઉચિત નથી. કારણ કે ગીતાર્થ ગણધરોએ બાલાદિ જીવોને સુખે સમજાય એ દૃષ્ટિ રાખીને આ ભાષામાં શાસ્ત્રો બનાવ્યાં છે. માટે સૂત્રો બોલવામાં રસ પડે તેટલા માટે તે ભાષા જાણવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org