________________
૧૪૨
- જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા સ્થાનકવાસી-તેરાપંથી સંપ્રદાય ૯૯ અતિચારો માને છે. પ્રશ્ન- [૩૭] બ્રહ્મચર્યની ૯ વાડ કઈ કઈ ? ઉત્તર- ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૧૬માં આ પ્રમાણે જણાવેલ
आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । સંથવો વેવ નારી, તસિં દિયરલi | ૨૨ . कुइयं रुइयं जीयं, हसिय भुत्तासियाणिं च । पणियमत्तपाणं च, अइमायं पाणभोयणं ॥ १२ ॥ गत्तभूसणमिळू च, कामभोगा व दुज्जया । नरस्सडत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ १३ ॥ (૧) સ્ત્રી-પશુ-નપુંસક ધસતા હોય ત્યાં વસવું નહીં. (૨) સ્ત્રીના સૌંદર્ય-શૃંગાર-હાવભાવનું વર્ણન કરવું નહીં. (૩) સ્ત્રી જે આસન ઉપર બેઠી હોય તે આસન ઉપર
પુરુષ અને જે આસન ઉપર પુરુષ બેઠો હોય તે
આસન ઉપર સ્ત્રીએ બેસવું નહીં. (૪) સ્ત્રીનાં અંગોપાંગ કામવિકારની બુદ્ધિથી જોવાં નહીં. . (૫) દંપતી સૂતાં હોય, કે એકાન્તમાં બેઠાં હોય, તો તેઓની
વાતચીત ભીંતના આંતરે ઉભા રહીને સાંભળવી નહીં. (૬) પૂર્વે સંસારી અવસ્થામાં ભોગવેલા ભોગો સંભાળવા
નહીં.
(૭) અતિશય રસવાળા કામોત્તેજક માદક પદાર્થો ખાવા
નહીં.
(૮) નિરસ ખોરાક પણ અતિશય માત્રામાં ખાવો નહીં.
(૯) શરીરની અતિશય વિભૂષા-ટાપટીપ કરવી નહીં. પ્રશ્ન- [૩૭૫] સાત વ્યસનો કયાં કયાં ? ઉત્તર- સાત વ્યસનોનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે. द्युतं च मांसं च सुरा च वेश्या, पापा चोरी परदारसेवा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org