________________
“નવતત્ત્વ પ્રકરણ”
૬૫
પ્રશ્ન- [૧૬૮] દસ યતિધર્મો એટલે શું ? અને તે કયા કિયા ?
ઉત્તર- મુખ્યત્વે સાધુને આચરવા યોગ્ય જે ધર્મ તે યતિધર્મ, ગૃહસ્થ પણ અવશ્ય યત્કિંચિત પણે આચરવા યોગ્ય છે તે આ પ્રમાણે છેઃ
(૧) ક્રોધ કરવાનો પ્રસંગ આવે તો પણ ક્રોધ ન કરવો,
ગળી જવું, તે ક્ષમા (૨) માનનો પ્રસંગ હોય તો પણ નમ્ર બની જવું તે
માર્દવ. (૩) માયાનો ત્યાગ કરી સરળ સ્વભાવી બનવું તે આર્જવ. (૪) લોભનો ત્યાગ કરી નિસ્પૃહ બનવું તે મુક્તિ. (૫) બાહ્ય-અત્યંતર બે પ્રકારનો તપ કરવો તે તપ. (૬) સત્તર પ્રકારનો સંયમ પાળવો-આદરવો તે સંયમ (૭) જીવનને સત્યયથાર્થ રાખવું તે સત્ય (૮) બાહ્ય-અત્યંતર પવિત્રતા જાળવવી તે શૌચ (૯) સ્થાવર-જંગમ કોઈ પણ સંપત્તિ ન રાખવી તે
આકિંચન્ય . (૧૦) મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવું તે બ્રહ્મચર્ય. પ્રશ્ન- [૧૬૯] બાર ભાવનાઓ એટલે ? અને તે કઈ કઈ ?
ઉત્તર- એકાન્તમાં બેસી સંસારનું અને સંસારમાં પ્રાપ્ત-અપ્રાપ્ત પદાર્થોનું સ્વરૂપ વિચારવું તે ભાવના. તેના ૧૨ છે તે ભેદો આ પ્રમાણે છે.
(૧) દેહ-યૌવન-આરોગ્ય-સંપત્તિ આ બધી વસ્તુઓ
વિજળીના ચમકારા ની જેમ ક્ષણભંગુર છે. નાશવંત
છે એમ વિચારવું તે અનિત્ય ભાવના. (૨) દુઃખ-આપત્તિ-અને મરણ વખતે કોઈ પણ શરણ
નથી એમ વિચારવું તે અશરણ ભાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org