________________
આ તત્ત્વજ્ઞાન સાંભળતાં, પાછળથી તેનું મનન કરતાં શ્રોતાવર્ગમાં અનેક પ્રશ્નો ઉદ્દભવે છે અને વારંવાર ગામે ગામ તેના તે જ પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે આ તમામ પ્રશ્નો નો સંગ્રહ કરી તેને વ્યવસ્થિત સંકલના રૂપે ગોઠવી તેના ઉત્તરો સાથે સંક્ષેપમાં એક બે ભાગમાં પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનો અને વિચાર કરેલો, જેનું લખાણ ૧૯૯૩-૯૪ માં ચાલુ કરેલું. ચારસો પ્રશ્નો અને તેના ઉત્તરોના સંગ્રહ રૂપે આ પ્રથમ ભાગ હાલ પ્રકાશિત કરીએ છીએ. હવે પછી તેના ઉપરના કર્મ અને દ્રવ્યાનુયોગના વિષયના પ્રશ્નો અને ઉત્તરોનો બીજો ભાગ તૈયાર કરવા ભાવના રાખીએ છીએ.
આ પ્રશ્ન અને ઉત્તરો દ્વારા જૈન ભાઈ-બહેનો સાચું જૈન તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્મ કલ્યાણ સાધે અને સત્ય માર્ગ ને સમજે-સમજાવે અને મોક્ષમાર્ગના પથિક બને.
આ પ્રશ્ન ઉત્તર માળા લખવામાં અનેક ગ્રંથોનો સહારો લીધો છે. છતાં છબસ્થતા તથા બીન ઉપયોગતાના કારણે કોઈ સ્થાને શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ જે કંઈ લખાઈ ચૂક્યું હોય તેની ત્રિવિધ ક્ષમા યાચું છું અને તે ક્ષતિઓ તરફ તુરત મારું ધ્યાન દોરવા વિદ્વદ્વર્ગને વિનંતિ કરું છું.
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા.
અનુક્રમણિકા (૧) સામાન્ય પ્રશ્ન-ઉત્તર (૨) આગમ પ્રકરણ (૩) આવશ્યક પ્રકરણ (૪) નવતત્ત્વ પ્રકરણ (૫) અનેકાન્તવાદ પ્રકરણ (૬) દ્રવ્ય-ગુણ-પર્યાયનું પ્રકરણ (૭) સામાન્ય પ્રશ્નો
૧ થી ૧૪ ૧૫ થી ૨૨ ૨૩ થી ૩૮ ૩૯ થી ૭૯ ૮૦ થી ૧૦૨ ૧૦૨ થી ૧૩૦ ૧૩૧ થી પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org