________________
“નવતત્ત્વ પ્રકરણ”
છે. અતિશય દુર્લભ છે એમ વિચારવું તે બોધિદુર્લભ
ભાવના.
(૧૨)સંસારમાંથી તરવાનો સાચો માર્ગ બતાવનારા તીર્થંકરપરમાત્માઓ મળવા અતિશય દુષ્કર છે એમ વિચારવું તે ધર્મસાધક દુર્લભ ભાવના.
પ્રશ્ન- [૧૭૦] પરિષહ એટલે શું ? અને તે ૨૨ કયા
કયા ?
૬૭
ઉત્તર- કુદરતી રીતે આવી પડેલી આપત્તિને સમભાવ પૂર્વક અનુભવવી આર્ત રૌદ્ર ધ્યાન ન કરવું કોઇના પણ ઉપર રોષ-ગુસ્સો ન કરવો તે પરિષહ કહેવાય છે. તેના ૨૨ ભેદો છે.
(૧) ક્ષુધા(ભુખ) લાગી હોય, શુધ્ધ-નિર્દોષ આહાર ન મળે તો પણ ભુખ સહન કરવી પરંતુ દોષિત આહાર ન લેવો તે ક્ષુધા પરિષહ.
(૨) તૃષા લાગી હોય, ઉનાળાના તાપનો સમય હોય, નિર્દોષ પાણી ન મળે તો પણ તૃષા સહન કરવી પરંતુ દોષિતપાણી ન પીવું તે પિપાસા પરિષહ.
આ પ્રમાણે (૧) ક્ષુધા, (૨) તૃષા, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) દંશ, (૬) અચેલક, (૭) અરતિ, (૮) સ્ત્રી પરિષહ, (૯) ચર્યા, (૧૦) નિષદ્યા, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મલ, (૧૯) સત્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન,અને (૨૨) અદર્શન પરિષહ. એમ ૨૨ પરિષહોના અર્થો નવતત્ત્વ તથા તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯/૯ થી જાણી લેવા.
પ્રશ્ન- [૧૭૧] પાંચ પ્રકારનાં ચારિત્રોનું સ્વરૂપ શું ? ઉત્તર- (૧) સામાયિક, (૨) છેદોપસ્થાપનીય, (૩) પરિહાર વિશુધ્ધિ, (૪) સૂક્ષ્મ સંપરાય, અને (૫) યથાખ્યાત ચારિત્ર તેના પ્રતિભેદો પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org