________________
આવશ્યક પ્રકરણ
૩૩
(૧૬) માથુ હલાવ્યા કરવું તે શિરઃકંપ દોષ. (૧૭) મુંગાની પેઠે હું હું કર્યા કરે તે મુકદ્દોષ. (૧૮) દારૂ ઉકાળે ત્યારે જેમ અવાજ થાય તેમ નવકારાદિ ગણતાં અવાજ કરે તે વારુણીદોષ.
(૧૯) વાંદરાની માફક મુખ ફેરવી ફેરવી ચોતરફ જોવું તે પ્રેક્ષ્યદોષ.
પ્રશ્ન- [૭૮] ઉપરોક્ત ૧૯ દોષ શું સ્ત્રી-પુરુષ સર્વને સરખા લાગે ?
ઉત્તર- સાધુસંતો અને શ્રાવકોને ૧૯ દોષો લાગે. સાધ્વીજી મહારાજાઓને અને મહાસતીજીઓને ૧૦-૧૧-૧૪ લંબુત્તર - સ્તન અને સંયતિ એમ ત્રણ દોષો વિના ૧૬ દોષો લાગે અને શ્રાવિકાબહેનોને લંબુત્તર-સ્તન-સંયતિ તથા વધુ દોષ એમ ચાર દોષો વિના ૧૫ દોષો લાગે. સ્ત્રીવર્ગમાં ૩/૪ દોષો ઓછા લાગવાનું કારણ તેઓના શરીરની તેવા પ્રકારની રચના જ છે, જેથી અમુક અંગ ખુલ્લું રાખી શકાય નહીં.
પ્રશ્ન- [૭૯] પચ્ચક્ખાણ આવશ્યક એટલે શું ? પચ્ચક્ખાણ શબ્દ કેમ બન્યો ?
ઉત્તર- પચ્ચક્ખાણ એટલે ત્યાગ, વિગઇઓનો ત્યાગ, આહારાદિનો ત્યાગ, વિષયોનો ત્યાગ તે પચ્ચક્ખાણ.
સંસ્કૃતભાષામાં “પ્રત્યાખ્યાન' શબ્દછે. તેના ઉપરથી પ્રાકૃતભાષામાં પચ્ચક્ખાણ શબ્દ બન્યો છે. પ્રતિ + આ ઉપસર્ગ છે અને રવ્યા ધાતુ છે.
Jain Education International
પ્રશ્ન- [૮૦] કોઈ પણ પ્રકારનો તપ કરવા માટે પચ્ચક્ખાણ લેવાની શી જરૂર? મનથી નિર્ણય રાખીને ચાલીએ તો શું ન ચાલે ? આવા બંધનની શી જરૂર ?
ઉત્તર- મનથી ગમે તેવો નિર્ણય કર્યો હોય તો પણ પચ્ચક્ખાણ લેવું જોઈએ, કારણ કે પચ્ચક્ખાણ વિના સંકટ સમય આવતાં વ્રત
For Private & Personal Use Only
www.jainelibrary.org