________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨] જિનેશ્વર ભગવાન્ કોને કહેવાય?
ઉત્તર- જેઓએ રાગ - દ્વેષ અને મોહ ઈત્યાદિ આત્માના અંતરંગ શત્રુઓને જીત્યા હોય, તથા પૂર્ણ જ્ઞાન મેળવ્યું હોય, એવા તીર્થકર ભગવન્તોને “જિનેશ્વર ભગવન્તો” કહેવાય છે. . પ્રશ્ન- [૩] રાગ - દ્વેષ - મોહ અને પૂર્ણજ્ઞાન એટલે શું?
ઉત્તર- મનગમતી કોઈ પણ વસ્તુ ઉપર પ્રીતિ કરવી તે રાગ. અણગમતી કોઈ પણ વસ્તુ ઉપર અપ્રીતિ કરવી તે દ્વેષ. વસ્તુની વાસ્તવિક પરિસ્થિતિ ન જાણવી તે મોહ. ત્રણે કાળ અને ત્રણે લોકનું જે સંપૂર્ણ જ્ઞાન તે પૂર્ણજ્ઞાન.
પ્રશ્ન- [૪] તીર્થકર ભગવાન્ કોને કહેવાય! કેટલા હોય? અને કયા કયા ક્ષેત્રોમાં થાય છે?
ઉત્તર- તીર્થની સ્થાપના કરે તે “તીર્થકર” કહેવાય છે. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, અને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર ભગવન્તો થાય છે. જંબુદ્વીપ, ઘાતકીખંડ, અને અર્ધપુષ્કરવાર દ્વીપમાં આ ક્ષેત્રો આવેલાં છે. તે ક્ષેત્રોને “કર્મભૂમિ' કહેવાય છે. ભરત - ઐરાવત ક્ષેત્રમાં એક ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં ૨૪-૨૪ તીર્થકર ભગવન્તો થાય છે અને મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ ઓછામાં ઓછા ૪, અને વધુમાં વધુ ૩૨, તીર્થંકર ભગવન્તો એકકાળે હોય છે.
પ્રશ્ન- [૫] તીર્થ એટલે શું ? તીર્થના પ્રકાર કેટલા ?
ઉત્તર- જેનાથી સંસાર તરાય તે તીર્થ કહેવાય છે. તે તીર્થના બે ભેદ છે : (૧) જંગમ, (૨) સ્થાવર, એક ગામથી બીજે ગામ, હાલતું ચાલતું તીર્થ તે જંગમતીર્થ જેમકે સાધુ-સાધ્વીજી-શ્રાવક-શ્રાવિકા. તથા જે પોતાના નિયત સ્થાને સ્થિર જ રહે. હાલ-ચાલે નહીં તે સ્થાવર, તીર્થ. જેમકે પાલીતાણા - ગિરનાર-આબુ - સમેતશિખર - રાણકપુર સિદ્ધાચલ ઈત્યાદિ.
પ્રશ્ન- [૬] સ્થાવર - જંગમ એમ બે તીર્થમાંથી તીર્થંકર ભગવન્તો ક્યા તીર્થની સ્થાપના કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org