________________
“અનેકાન્તવાદ”
૧૫૩ પ્રશ્ન-૩૯૮] અત્યારે આ પાંચમા આરામાં ભરતક્ષેત્રમાં કર્યું ક્ય સમ્યકત્વ પામી શકાય ? કેવલજ્ઞાન થાય કે નહીં ક્ષપકશ્રેણી પ્રારંભાય કે નહીં? સમ્યકત્વ-સંયમ અને શ્રેણી વિના “અક્રમ વિજ્ઞાન” થાય કે નહીં ?
ઘણા લોકો એમ કહે છે કે ભરત મહારાજાને ઋષભ દેવ પ્રભુથી સંયમાદિ વિના જેમ “અક્રમ વિજ્ઞાન” થયું તેમ આ કાળમાં પણ ઘણા યોગીઓને “અક્રમ વિજ્ઞાન” થાય છે અને તે આપવા માટે મહાત્માઓ જન્મે છે. તો આમાં સત્ય શું ?
ઉત્તર- અત્યારે આ પાંચમા આરામાં ભરત ક્ષેત્રમાં ફક્ત ઉપશમ અને ક્ષયોપશમ એમ બે જ સમ્યકત્વ પામી શકાય છે. સંઘયણબળ, તીર્થંકરનો કાળ આદિ સાધન સામગ્રી ન હોવાથી ક્ષાયિક સમ્યક્ત્વ પામી શકાતું નથી. પરંતુ મહાવિદેહાદિમાં ક્ષાયિક સમ્યકત્વ પામીને દેવલોકાદિમાં થઈને અહીં જન્મનારા કોઈ જીવને દુષ્પહસહસૂરિજીની જેમ કવચિત્ પ્રાપ્તક્ષાયિક હોઈ શકે છે.
ક્ષણકશ્રેણી તથા કેવળજ્ઞાન પ્રથમ વજષભ નારાચ સંઘયણ વાળા મનુષ્યને જ થઈ શકે છે. આ કાળે આ સંઘયણબળ ન હોવાથી ક્ષપકશ્રેણી કે કેવળજ્ઞાન કોઈને થતું નથી. જંબુસ્વામી છેલ્લા કેવલી થયા છે ત્યારબાદ ભરતક્ષેત્રમાં કોઈને કેવલજ્ઞાન થયું નથી અને થતું પણ નથી. તેથી પાંચમાં આરામાં જન્મેલા કોઈ પણ યોગી-મહાત્માને કેવળજ્ઞાન થયું નથી જ.
તથા જૈનશાસ્ત્રોમાં સમ્યકત્વ-સંયમ-શ્રેણી દ્વારા જ કેવળજ્ઞાન થવાનું જણાવ્યું છે. આ જ ક્રમ છે. અને ક્રમ વડે જ કેવળજ્ઞાન થાય છે. બાહ્યથી કદાચ દ્રવ્યસંયમ ન હોય તો પણ ભાવસંયમ તો અવશ્ય હોય જ છે. માટે અક્રમ વિજ્ઞાન કોઈને થયું નથી અને થતું પણ નથી જ ભરત મહારાજાને પણ સમ્યકત્વ-ભાવસંયમ-અને ક્ષપકશ્રેણી દ્વારા જ કેવલજ્ઞાન થયેલું છે. વિના ક્રમે થયેલું નથી. તથા ઋષભદેવ પ્રભુથી થયું નથી. પોતાના આત્મ પરિણામની શુદ્ધિથી થયું છે. પ્રભુ ઉપદેશ આપવા દ્વારા નિમિત્ત માત્ર છે. કર્તા નથી. તેથી તે દૃષ્ટાન્તને આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org