________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ભોગવવા માટે જ બનાવી છે. તો તેનો ત્યાગ કરી ઉપરોક્ત વ્રતો લેવાની શી જરૂર? માનવભવ, વારંવાર આવા ભોગો, અને નિરોગી દેહ મળવો દુર્લભ છે. માટે સંસારનાં સુખો ભોગવવા જેવાં છે તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવાની શી જરૂર ? - ઉત્તર- સંસારની આ લીલા ભગવાને સર્જી નથી. ભગવાન જગત કર્તા નથી. ભગવાન્ તો વીતરાગ ઍને પરમાત્મા હોવાથી જગતથી ઘણા પર છે. આ લીલા સંસારનું સર્જન સ્વયં છે. અનાદિનું છે. તે તે પદાર્થોમાં ઉત્પન્ન થયેલા જીવોએ પોતાનાં જ કર્મોથી આ લીલા સર્જેલી છે. દા.ત. કોઈ સુંદર ઘટાદાર વૃક્ષ હોય તો તેની સુંદરતા તે વૃક્ષમાં જન્મનારા વનસ્પતિકાય જીવોથી જન્ય છે. કોઈ રૂપવતી મૃદુભાષી સ્ત્રી હોય તો તેના રૂપાદિનું સર્જન ભગવાને નથી કર્યું. પરંતુ તે સ્ત્રીના જીવે જ પૂર્વે બાંધેલા પુણ્યકર્મથી આવા રૂપાદિનું સર્જન કરેલું છે. જો ઈશ્વર આ સૃષ્ટિના કર્તા છે એમ માનીએ તો ઈશ્વર કૃપાળુ અને સ્વતંત્ર હોવાથી કોઈને સુખી અને કોઈને દુઃખી શા માટે બનાવે ? સર્વને સુખી જ કેમ ન બનાવે ? તથા કોઈને રોગી, કોઈને નિરોગી, કોઈને
સ્ત્રી અને કોઈને પુરુષ શા માટે બનાવે ? જો એમ જવાબ આપીએ કે તે તે જીવોનાં તેવાં તેવા કર્મો હતાં એટલે તેવા બનાવ્યા, તો જીવો તથા તેઓએ બાંધેલાં કર્મો જો પહેલેથી જ હતાં તો પછી ઈશ્વરે બનાવ્યું શું ? ઈશ્વરે બનાવ્યા પહેલાં જીવો તથા કર્મો આવ્યાં ક્યાંથી ? તથા વળી ઈશ્વરે આ બધા પદાર્થોની રચના શામાંથી કરી ? તે પદાર્થો પૂર્વે આવ્યાં ક્યાંથી ? ભગવાન્ જગતથી પર અને વીતરાગ હોવા છતાં જગતની રચના કરવાની જરૂર શું? ઈત્યાદિ યુક્તિઓથી સમજાય છે કે જગત્ ઈશ્વરે બનાવ્યું નથી તથા આ લીલા ભોગવવા જેવી જ નથી. અસાર છે. તુચ્છ છે તેને જેમ જેમ ભોગવીએ તેમ તેમ ભોગની અભિલાષા વધે છે પરંતુ ભોગની અભિલાષા તૃપ્ત થતી નથી. જેમ ખસના રોગવાળો દર્દી ખણજ ખણે તો ખસ મટતી નથી પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org