________________
“અનેકાન્તવાદ”
૯૧
પહેલાં શેઠ હતા પરંતુ હાલ જો તેની પાસે પૈસા ન હોય તો સામાન્યમાણસ અને તેમાં શું ફરક ? શેઠ માનવાનો અર્થ શો ? જે પ્રધાનમંડળમાં હાલ હોય તે પ્રધાન, જે પ્રધાન પદેથી ઉતરી ગયા તેને પ્રધાન માનવાથી શો લાભ ? તેની પ્રધાન તરીકે સહી કે સત્તા થોડી જ ચાલવાની છે ? માટે આ નય માજી પ્રધાન માનતો નથી. શેઠના છોકરાને શેઠ કહેતો નથી.
પ્રશ્ન- [૨૩૩] સૂત્ર નયની બીજી પણ કંઈ માન્યતા
ઉત્તર- જે પોતાની માલિકીની હાજર વસ્તુ હોય તે જ સાચી વસ્તુ છે. જે પરાઈ વસ્તુ હોય અથવા પોતાની હોવા છતાં બીજાને ઘેર હોય તો તે મિથ્યા છે એમ પણ આ નય માને છે. જેમ કે આપણા પિતાની પાસે, ભાઈની પાસે, કે પુત્રની પાસે ધન હોય અને તેનાથી આપણે ધનવાન પણાનો ગર્વ કરતા હોઈએ તો આ નય મિથ્યા માને છે. તેવી જ રીતે આપણું ધન પણ બેંકમાં હોય કે બીજાને ઘેર જમા મુકેલ હોય તો અવસરે કામ ન પણ આવે માટે તે ધન પત્થર બરાબર છે એમ આ નય માને છે.
પ્રશ્ન- [૨૩૪] આ સૂત્ર નયના પેટાભેદો કેટલા? કયા કયા ?
ઉત્તર- જુસૂત્ર નયના ૨ ભેદ છે. સ્થૂલ ત્રાસૂત્ર નય અને સૂક્ષ્મ ઋજાસૂત્ર નય, જે લાંબા વર્તમાનકાળને સ્વીકારે તે સ્થૂલશ્કા સૂત્રનય જેમ કે આપણે માનવ છીએ. તથા જે ફક્ત એક સમય વર્તી વર્તમાનકાળ સ્વીકારે તે સૂક્ષ્મ જાસૂત્રનય. જેમ કોઈ પણ દ્રવ્યનો એક સમયવર્તી પર્યાય.
પ્રશ્ન- [૨૩૫] શબ્દ નય એટલે શું ?
ઉત્તર- શબ્દનું જે વધારે મહત્વ આપે, શબ્દના લિંગ-વચન-અને જાતિને પ્રધાન કરી અર્થનો ભેદ કરે તે શબ્દનય. જેમ કે તટ-તટીતટસ્ નો અર્થ જુદા-જુદો કરે. એક વ્યક્તિ હોય ત્યાં એક વચન જ વાપરે અને બહુવ્યક્તિ હોય ત્યાં બહુવચન જ વાપરે, એક વ્યક્તિમાં શાનાર્થે બહુવચન જે થાય છે તે ન સ્વીકારે તે શબ્દનાય.
જૈપ્ર.પા.-૭ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org