________________
૧૩૭
અનેકાન્તવાદ
ઉત્તર- કર્મના ઉદયમાં અને ક્ષયોપશમમાં ઉપરોક્ત પાંચ જ કારણો છે. જેમ મદિરાપાનથી જ્ઞાનાવરણીય ઉદયમાં આવે છે. બ્રાહ્મી-બદામ આદિ દ્રવ્યથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે. ઘેનની ગોળીથી દર્શનાવરણીયનો ઉદય થાય છે. તલવારાદિ શસ્ત્રોથી અસાતાનો ઉદય ચાલુ થાય છે. મલમ-પટ્ટાથી સાતાનો ઉદય થાય છે. ઈત્યાદિ.
પ્રશ્ન- [૩૬૭] જીવ નિયતિથી જે ભવમાં જવાનો હોય તે ભવનું આયુષ્ય બાંધે છે કે જે ભવનું આયુષ્ય બાંધે છે તે ભવમાં જાય છે ? આ બેમાં સાચું શું ? - ઉત્તર- જુદા જુદા નયોથી બને સાચાં છે. દ્રવ્યાર્થિક નયથી જે ભવમાં જવાનો પર્યાય સત્તાગત રીતે જીવદ્રવ્યમાં છે. તે ભવનું આયુષ્ય બંધાય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જે ભવનું આયુષ્ય બંધાય છે તે ભવમાં જીવ જાય છે.
પ્રશ્ન- [૩૬૮] કેવલજ્ઞાની ભગવાન કેવલી સમુદ્ધાત કરે ત્યારે ચોથા સમયે સમગ્રલોકવ્યાપી થવાથી આપણને તે મહાત્મા પુરુષનો સ્પર્શ થાય છે. તેનો અનુભવ આપણને કંઈ થાય ? કંઈ લાભ થાય ?
ઉત્તર-ના, તેવો અનુભવ કે લાભ કંઈ થતું નથી. કારણ કે તેઓ માત્ર તૈજસ-કાશ્મણ શરીરથી જ સર્વ આત્મપ્રદેશોને લોકવ્યાપી બનાવે છે અને આ શરીર નિરૂપભોગ છે. તત્ત્વાર્થસૂત્રમાં ર-૪પમાં જણાવ્યું છે તેથી આ શરીર સૂક્ષ્મ-નિરૂપભોગ હોવાથી સ્પર્શ થવા છતાં કોઈપણ પ્રકારનો અનુભવ કે લાભ થતો નથી. .
પ્રશ્ન- [૩૯] મોક્ષના જીવો જ્યાં છે ત્યાં નિગોદના જીવો છે કે નહીં ? અને જો છે તો તેમના સ્પર્શથી નિગોદના જીવોને કંઈ લાભ થાય ? નિગોદના જીવોના સ્પર્શથી મોક્ષના જીવોને કંઈ નુકશાન થાય ?
ઉત્તર- જ્યાં મોક્ષના જીવો છે ત્યાં લોકભાગ હોવાથી નિગોદના જીવો છે જ. પરંતુ મોક્ષના જીવો અશરીરી હોવાથી એક ક્ષેત્ર વ્યાપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org