________________
આ વાતને લક્ષમાં રાખી કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. મૂળ આશય ગૌણ ન બને એ સતત લક્ષ રાખેલું છે. રસધાર જાળવવા પ્રયત્ન કર્યો છે છતા. આ પ્રયાસ પહેલો હાઈ ક્ષતિઓની સંભાવના નકારી ન શકાય.
પ્રારંભમાં કથાસાર મૂકે છે. એકવાર આ ગ્રંથ વંચાયા પછી કથાસાર વાંચતા સંપૂર્ણ કથા માનસમાં તરવરવા લાગશે. એ ઉપયોગી થઈ પડશે.
અન્તમાં એટલું જવવાનું કે આ અવતરણમાં જે કાંઈ ક્ષતિઓ રહેવા પામી હોય તે તેમાં મારો દોષ ગણજો અને એની મને જાણ કરશો તે હું આપનો ઉપકાર માનીશ.
પરમકરુણશીલ પરમાત્માશ્રી વીતરાગદેવની આજ્ઞાવિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો અંતઃકરણ પૂર્વક નિમળભાવથી હું ક્ષમાપના ઈચ્છું છું.
વિ.સં. ૨૦૨૩ જેઠવદ ૧૨ મંગળવાર સિદ્ધક્ષેત્ર (સૌરાષ્ટ્ર)
| | મુનિ ક્ષમાસાગર - I ગયા વર્ષ પુરાતi |