________________
૨૫
ઉપદેશપદ : ભાગ-૨
ગાથાર્થ –આથી જ ભગવાને સર્વત્ર અપ્રમાદને અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર કહ્યો છે. જો અશુભાનુબંધનો વિચ્છેદ ન થયો હોય તો સમ્યગ્યોગ થયો નથી જ. (અપ્રમાદપૂર્વક શુદ્ધાજ્ઞાયોગની પ્રાપ્તિ થઈ નથી.) તેનો (=અશુભાનુબંધના વિચ્છેદનો) સાધક તે આજ્ઞાયોગ પણ ઈષ્ટ છે.
ટીકાર્ય–આથી જ=શુદ્ધાજ્ઞાયોગ ઔષધના દૃષ્ટાંતથી અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર હોવાથી જ.
સર્વત્ર-સાધુ-શ્રાવકને યોગ્ય ચૈત્યવંદન વગેરે અનુષ્ઠાનોમાં. અપ્રમાદઃઉપયોગ.
શુદ્ધાજ્ઞાયોગ ઔષધના દૃષ્ટાંતથી અશુભાનુબંધનો વિચ્છેદ કરતો હોવાથી જ ભગવાને સાધુ-શ્રાવકને યોગ્ય ચૈત્યવંદન વગેરે અનુષ્ઠાનોમાં અપ્રમાદને અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર કહ્યો છે, અર્થાત્ અપ્રમાદપૂર્વક જ આશા યોગ અશુભાનુબંધનો વિચ્છેદ કરે છે એમ કહ્યું છે. અહીં તાત્પર્ય એ છે કે જેમ ઔષધ લેવા માત્રથી રોગનો નાશ થઈ જતો નથી, કિંતુ પૂર્વે કહ્યું તે પ્રમાણે લેવાથી રોગનો નાશ થાય છે. એમ કેવલ આજ્ઞાયોગથી અશુભાનુબંધનો વિચ્છેદ થતો નથી, કિંતુ અપ્રમાદ સહિત જ આજ્ઞાયોગ અશુભાનુબંધનો વિચ્છેદ કરે છે. એથી જ (હરા જ સમ્પનોનt=) જો અશુભાનુબંધનો વિચ્છેદ ન થયો હોય તો સમજવું જોઇએ કે શુદ્ધાજ્ઞાલાભ રૂપ અપ્રમાદ જ નથી, અર્થાત્ શુદ્ધાજ્ઞાયોગનો લાભ થયો છે, પણ અપ્રમાદ સહિત શુદ્ધાજ્ઞાયોગનો લાભ થયો નથી એમ સમજવું જોઇએ. કારણ કે (નિશ્ચયનયની દૃષ્ટિએ) જે કારણ પોતાના કાર્યને ઉત્પન્ન ન કરે તે કારણ કારણભાવને પામતું નથી, અર્થાત્ તે કારણ કારણ જ ન કહેવાય. આથી અશુભાનુબંધનો વિચ્છેદ ન થયો હોય તો અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર તરીકે જેનું નિરૂપણ કરાઈ રહ્યું છે તે શુદ્ધાન્નાલાલરૂપ અપ્રમાદ પોતાના સ્વરૂપને પામવા સમર્થ બનતો નથી, અર્થાત્ શુદ્ધાશાલારૂપ અપ્રમાદનો અભાવ છે, એમ સમજવું જોઇએ.
પૂર્વપક્ષ= (તસદિય સોવિ નૂહરિ ) જો એમ છે તો અશુભાનુબંધનો વિચ્છેદ ન થવાં છતાં ઘણા શુદ્ધાજ્ઞાયોગવાળા વર્ણવતા જોવામાં આવે છે. તેથી દોષ કેમ ન થાય? અહીં તાત્પર્યાર્થ આ છે- શાસ્ત્રમાં એવા ઘણા જીવોનું વર્ણન આવે છે કે તે જીવોના અશુભાનુબંધનો વિચ્છેદ થયો ન હતો. છતાં તેમને શુદ્ધાશાયોગની પ્રાપ્તિ થઈ હતી. તેથી અહીં વિરોધ રૂપ દોષ કેમ ન આવે?
૧.જે પદાર્થ જે કાર્યના કારણરૂપે માનવામાં આવ્યો હોય તેનાથી જો તે કાર્ય પ્રગટ ન થાય તો તે
તેનું કારણ જ નથી. નિશ્ચયનયની દૃષ્ટિએ તો કારણ તે જ છે કે જે કાર્યોત્પત્તિ માટે સક્રિય હોય. [ઉપ. રહ. ૬૩]