________________
ચેથા અધ્યાયમાં દેવાના પ્રકાર, ભેદ, ગ્લેશ્યા વગેરેનું વર્ણન છે અને તેમના ઉત્કૃષ્ટ અને જેઘન્ય આયુષ્યની સ્થિતિનું નિરૂપણ છે.
પાંચમો અધ્યાય એ વૈજ્ઞાનિક દષ્ટિએ સૌથી મહત્ત્વને અધ્યાય છે. એમાં અજીવ અને તેના ભેદ, ગતિ અને સ્થિતિનાં સહાયક તો, ધર્મ અને “અધર્મની વ્યાખ્યા અને સમજૂતી, “આકાશને વિચાર, દ્રવ્યની વ્યાખ્યા અને સમજણ, સતની વ્યાખ્યા અને અનેકાન્તનું સ્વરૂપ, કાળ વિષે વિચાર, પુગલના ગુણ અને પર્યાય વગેરે અનેક વિષય ચર્યા છે. આ અધ્યાય સમજીને વાંચતાં જ વિજ્ઞાન-દૃષ્ટિ આધુનિક શો સાથે સરખાવતાં કેટલી પૂર્ણ હતી તે પ્રતીત થાય છે. આ અધ્યાયનું જ્ઞાન થતાં ભારતને અગ્રગણ્ય વૈજ્ઞાનિક સદ્ગત શ્રી પ્રફુલ્લચંદ્રરાય લખે છે કે “જૈનો પ્રત્યે અતિ આવશ્યક ઋણ તેમના પરમાણુવાદને લઈને છે. એમનો પરમાણુવાદ ઉપરનો લેખ આ પુસ્તિકામાં સામેલ કરવામાં આવ્યો છે. તે - જોતાં ગ્રંથકારનું વૈજ્ઞાનિક જ્ઞાન કેવી ઉચ્ચ કોટિનું હતું તે સમજી શકાશે.
છઠ્ઠો અધ્યાય આત્મા સાથે કર્મને સંબંધ શી રીતે થાય છે તે દર્શાવે છે. " સાતમા અધ્યાયમાં વ્રત અને વતીનાં સ્વરૂપ અને ભેદ તેમજ વ્રત અને શીલના અતિચારોની સંખ્યા અને વર્ણન આપ્યાં છે.
આઠમા અધ્યાયમાં કર્મબંધના હેતુ અને સ્વરૂપ તેમજ પ્રકારે અને કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશનું વર્ણન કર્યું છે..
નવમા અધ્યાયમાં કર્મને અટકાવવાનાં–સંવરનાં–સ્વરૂપ અને ઉપાયો આપ્યાં છે તેમજ નિર્જરાના કારણરૂપ તપના ભેદોનું નિરૂપણ કર્યું છે.
દસમા અધ્યાયમાં કેવલજ્ઞાન અને મોક્ષનાં કારણ અને સ્વરૂપ તેમજ મુક્તાત્માઓની ગતિ અને સ્થિતિનું વર્ણન છે. '