________________
૧૦ વિશેષ દૃષ્ટિએ જોતાં આ લોકમાં જ એક રીતે શ્રી ગ્રંથકાર મહારાજા જૈન દર્શનને સારરૂપ સૂત્રનો નિર્દેશ કરે છે અને એ સૂત્ર તે જ આ ગ્રંથનું પહેલું સૂત્ર સંખ્યાર્ચન જ્ઞાનવારિત્રાળ મોક્ષમા છે. શ્રી સૂર્યગડાંગ સૂત્રના પહેલા લોકના પહેલા પાદમાં પણ પુ િતિષ્ટિા ' (જાણવું જોઈએ અને તોડવું જોઈએ) એ શબ્દોથી જૈન દર્શનનો એ જ સાર દર્શાવાયો છે. અને એ જ સારે શ્રી વિશેષાવશ્યકકારે બાળિિારું મોવર' એ સૂત્રથી બતાવ્યો છે કે જે આજે આપણને જ્ઞાનાિખ્યાં મોક્ષ: એ સૂત્રથી વિશેષ પરિચિત છે. આ સૂત્રને સર્વાગી અભ્યાસ એ જ તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ અને એ જ જૈન દર્શનનો પણ અભ્યાસ. આવા અભ્યાસના સાધનરૂપ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતા કેટલી હોઈ શકે એ તો તે વિષયના જ્ઞાનપિપાસુ અભ્યાસીઓ જ સમજી શકે. * *
આ મહાન ગ્રંથ દસ અધ્યાયમાં વહેંચાયેલો છે. .
પહેલા અધ્યાયમાં મોક્ષમાર્ગના સાધનરૂપ રત્નત્રયીનું નિરૂપણ, સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન તથા તેને લગતા વિશેની વ્યાખ્યા. અને પ્રકારો, સાત તત્વનાં નામનિર્દેશ અને તેની ચર્ચા, ચાર નિક્ષેપાનું સામાન્ય સ્વરૂપ અને સમજૂતી તથા સાત નરૂપી જુદીજુદી દષ્ટિએ અને તેનાં સ્વરૂપ આપ્યાં છે.
બીજા અધ્યાયમાં આત્મા અથવા જીવના લક્ષણનું સ્વરૂપ, અધ્યવસાયને પ્રકારે, અને સંસારી જીવન પ્રકાર તથા તેમની ઉત્પત્તિ, યોનિ, શરીર, લિંગ અને આયુષ્ય વગેરેનું વર્ણન અને સમજણ આપ્યાં છે.
ત્રીજા અધ્યાયમાં સાત નરક અને તેમાં વસતા જીવોની સંખ્યા, લેશ્યા, પરિમાણ, શરીર, વેદના, વિક્રિયા, સ્થિતિ, ગતિ અને આગતિનું વર્ણન કર્યું છે. તેમજ મધ્યલોકની સ્થિતિ અને મનુષ્ય તથા તિર્યંચ વિષેની માહિતી આપી છે.