________________
A
આમુખ
ભગવાન શ્રા ઉમાસ્વાતિ મહારાજનું ‘તત્ત્વાર્થાંધિગમ સૂત્ર' એટલે શ્રી જિતેન્દ્ર પ્રણીત દર્શનને સર્વમાન્ય સાર. આ એક જ ગ્રંથ એવા છે કે જેને જૈન દર્શનના સર્વ સંપ્રદાયેા પ્રમાણભૂત ગણી સ્વીકારે છે, એ. જ આ ગ્રંથની મહત્તા સૂચવે છે. એની ઉપયેાગિતા પણ અનન્ય છે. ‘જૈન દર્શન'ને પ્રામાણિક અભ્યાસ કરવા ઈચ્છનાર જૈન કે જૈનેતર (પછી તે વિદ્યાર્થી હાય કે શિક્ષક) દરેક એમ પૂછે છે કે એવું એક પુસ્તક કયું છે કે જેના ટૂંકાણુથી અગર લંબાણુથી અભ્યાસ કરી શકાય અને જેના અભ્યાસથી જૈન દર્શનમાં સમાસ પામતી . મુદ્દાની દરેક બાળતનું જ્ઞાન થાય?” એ પ્રશ્નને ઉત્તર આપનાર તત્ત્વાર્થ સિવાય બીજા કાઈ પુસ્તકને નિર્દેશ ન જ કરી શકે. * આમ દર્શનશાસ્ત્રના અભ્યાસની દષ્ટિએ જેટલી આ ગ્રંથની મહત્તા અને ઉપયેાગિતા છે એથી યે વિશેષ એની મહત્તા અને ઉપયાગિતા છે અધ્યાત્મદષ્ટિએ. આ મહત્તા શ્રી ગ્રંથકાર મહારાજા પાતે જ આ ગ્રંથ ઉપરની પેાતાની પ્રશસ્તિમાં જણાવે છે. એએ કહે છે કે:~ यस्तत्त्वार्थाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् । सोऽव्याबाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥
}
જે તત્ત્વાર્થાધિગમ નામના શાસ્ત્રને જાણશે અને તેમાં કહેલું આચરશે તે અવ્યાબાધ સુખ જે મેક્ષ તે નામના પરમાર્થને પામશે.’
*પં. સુખલાલજી