________________
સૂયગડાંગસુત્ર.
કર્યું, અને પરસમયના છે તથા સ્વસમયના ગુણ બતાવી વસમયમાં બેધ મેળવવા કહ્યું તે પ્રતિબંધ પામેલા સાધુને દીક્ષા લીધા પછી કોઈ વખત અનુકુળ કે પ્રતિકુળ ‘ઉપસર્ગો આવે, તે સમયે તેણે સમભાવે સહેવા, માટે આ અધ્યયન કહે છે. આ સંબધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર થાય છે. તેમાં ઉપક્રમમાં રહેલ અથધિકાર અધ્યયનને તથા ઉદેશાને એમ બે ભેદે છે. તે અધ્યયનને અર્થાધિકાર પહેલા અધ્યયનમાં “ધંધુકર” ગાથાથી કહ્યો છે, અને ઉદ્દેશીને અથધિકાર નિર્યુક્તિકાર સ્વય આગળ કહેશે. નામનિષ્પન્ન નિક્ષેપમાં નિર્યુક્તિકાર કહે છે. उवसग्गंमि य छक्क, दव्वे चेयणमचेयणं दुविहं । आगंतुगो य पीलाकरो, य जो सो उपसग्गो॥ नि.४५
નામસ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છ પ્રકારે ઉપસર્ગના નિક્ષેપ છે, નામસ્થાપના સુગમ છે, તેથી દ્રવ્ય ઉપસર્ગ બતાવે છે. તેમાં દ્રવ્ય વિષયમાં ઉપસર્ગ બે પ્રકારે છે. એટલે ઉપસર્ગ કરનારું દ્રવ્ય ચેતનાવાળું કે અચેતન હોય તેમાં તિર્યંચ કે મનુષ્ય વિગેરે જીવતું પ્રાણ પિતાના અવયવવડે ઘાત કરે (મારે), તે સચિતદ્રવ્ય ઉપસર્ગ છે. અને લાકડા વિગેરેથી ઠોકર લાગે તે અચેતન ઉપસર્ગ છે. - તત્તભેદ પર્યાવડે વ્યાખ્યા થાય છે, તે કહે છે. તેમાં ઉપસર્ગ ઉપતાપ છે, એટલે શરીરમાં પીડા કરવી તે