________________
વિક્રમ ૧૮ મું શતક સષિ લવજી. (૧) આઉખું ઘટયું ન માને તે સમદ્રષ્ટિ, ઘટયું માને તે મિથ્યાદ્રષ્ટિ, (૨) સામાયિક આઠ ભાગે માને તે સમદ્રષ્ટિ છ ભાગે માને તે મિથ્યાદ્રષ્ટિ.” ત્યારે અમીપાલજી બોલ્યા “એ પાઠ સિદ્ધાંતમાં કોઈ નથી.”
ત્યારે સોમજ અણગાર કહે “દેષ ઠેરા.” ત્યારે ધર્મસી ઋષિ વિચારમાં પડયા “જે દોષ ઠરાવું તે પ્રાયશ્ચિત્તમાં સંજમ તણાઈ જાય છે. લેકમાં અપકીર્તિ થશે.” તે માટે વિચારી રહ્યા પછી ઘણી રાત સુધી ચર્ચાવાત થઈ, પછી પ્રભાતે પડિલેહણ કરી (કર્મ બાંધી?) સોમજી અણગાર કહે “એટલે ઉદ્યમ કર્યો, સઘળું પાળી (સંધ લેપી) મેં તમને વંદના કરી, તે મારી નિરર્થક ગઈ. . . !
૩૮ “અમપાલજી, શ્રીપાલજી માંહોમાંહે વિચાર કરીને ધર્મસી ઋષિને કહ્યું “સ્વામી! એક વચન અમે માંગીએ તે આપ તે સોમજી અણગારને તેડી લાવીએ.” ત્યારે ધર્મસી ઋષિ બેલ્યા ‘શું કહો છો ?” પછી અમી પાલજી બોલ્યા “સ્વામી! સોમજી અણગારે કહ્યું છે તેવો પાઠ સિદ્ધાંતમાં એક પણ ન મળે તે માટે તમે અતીત કાલની પ્રરૂપણનો મિચ્છામિ દુકકડ ધો. હવેથી એવી પ્રરૂપણ કરવી નહિ. એટલું મને કહે તો હું સમજી અણગારને તેડી લાવું. તમારી શભા થશે.” ધર્મસી કષિ બોલ્યા “એ મુરખ કોણ હશે, થુંકીને પાછું ગળશે?” ત્યારે અમીપાલજી, શ્રીપાલજી હૈયામાં સમજ્યા. પછી ધર્મસી ઋષિને સરાવીને સોમજી અણગાર પાસે આવ્યા, વંદણ કરી કહેવા લાગ્યા “સ્વામી! અમે ધર્મસી દ્રષિનો સંઘાડે વિસરા' ત્યારે સોમજી અણગાર કહે “ભલું તમને જાણપણું લાધ્યું, કે તમે ખોટી વસ્તુ છાંડી વેગળા થયા. ત્યારે અમીપાલ શ્રીપાલ કહેવા લાગ્યા “તમે અમારા ગુરૂ.” સમજી અણુગાર બોલ્યા