________________
એનું વાસ્તવિક ફળ પામવું હોય તે ધનસંપન્ન ધર્મીએ ધર્મકાર્યમાં ઉદારતા કેળવવી જોઈએ. શ્રાવક ક્યારે, ક્યી રીતિએ ઉઠે?
આ પછીથી એજ મહાપુરુષ મહાશાવકની દિનચર્યાનું ટુંકમાં વર્ણન કરતાં કરમાવે છે કે –
"ब्राह्मे मुहुर्ते उत्तिष्ठेत् परमेष्ठिस्तुतिं पठन् । किं धर्मा ? किं कुलश्चास्मि, किं व्रतोस्मी च स्मरन् ॥४॥
ભવાર્થ :-મહાશાવકે બ્રહ્મમુર્તે ઉઠવું જોઈએ. કયી રીતિએ ઉઠવું જોઈએ? તે કે પંચ પરમેષ્ઠિની સ્તુતિ કરતા અર્થાત્ શ્રી નવકાર મંત્રને ભણતાં ઉઠવું જોઈએ. તેમજ મારો ધર્મ શો છે ? મારું કુળ કયું છે ? મારા તે ક્યાં છે? એનું સ્મરણ કરતાં ઉઠવું જોઈએ. પ્રાતઃકાળની જિન પુજા :
આ રીતિએ ઉડી પ્રતિક્રમણ કર્યા બાદ પવિત્ર થઈને મહાથાવકે પિતાના ઘરમાં રહેલા ચૈત્યમાં શ્રી જિનેશ્વરદેવની પુષ્પ, નૈવેધ અને તેથી પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ત્યાં જ યથાશક્તિ પચ્ચખાણ કરીને મે દેવાલયમાં જવું જોઈએ. મોટા જિન મંદિરોમાં વિધિપૂર્વક પ્રવેશ કરીને શ્રી જિનેશ્વરદેવને ફરતી ત્રણ પ્રદક્ષિણા કરીને ત્યાં પુષ્પાદિથી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવી જોઈએ. અને તે પછીથી ચૈત્યવંદન આદિ દ્વારા ઉત્તમ સાધનથી શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરવી જોઈએ. ગુરૂ પાસે પચ્ચખાણું પ્રકાશન :
તે પછી શ્રાવક ગુની પાસે આવે અને નમસ્કાર આદિ પ્રતિપત્તિપૂર્વક પોતે જે પચ્ચખાણ કર્યું હોય તેનું ગુરૂ મહારાજની પાસે પ્રકાશન કરે.. ગુરૂની પ્રતિપત્તિ :
ગુરુ મહારાજને જોતાં જ ઉભા થઈ જવું. તેઓ પધારતા હોય તો
16