________________
દેશવિરતિની સર્વવિરતિ ધર્મમાં અનુરક્તતા :
કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતે રચેલા યોગશાસ્ત્ર “ નામના ગ્રંથરત્નમાં પહેલાં શ્રી સર્વવિરતિ ધર્મનું વર્ણન કર્યા બાદ ઉપસંહાર કરતાં ફરમાવ્યું છે કે :
"सर्वात्मना यतीन्द्राणा- मेतच्चारित्रमीरितम् ।। ___ यतिधर्मानुरक्तानां, देशतः स्यादगारिणाम् " ॥२॥
ભાવાર્થ : પૂર્વે કહેવાયું તે ચારિત્ર સર્વ પ્રકારે યતીન્ટોએ પાળવાનું છે, અને યતિધર્મમાં અનુરક્ત એવા શ્રાવકોએ એનું દેશથી પાલન કરવાનું છે.
અર્થાત્ સાધુ અને શ્રાવક બંનેના ધર્મ એક દિશા એક, ફેર એટલે કે એક એ ધર્મનું સર્વથા પાલન કરી શકે અને બીજો એ ધર્મનું દેશથી પાલન કરી શકે. ધર્મનું દેશથી પાલન પણ વાસ્તવિક રીતિએ તે જ કરી શકે જે સર્વ પ્રકારે પળાતા ધર્મમાં અનુરક્ત હોય ! સર્વવિરતિ ધર્મમાં અનુરક્તતા આવ્યા વિના, એ ધર્મ તરફ પૂરત આદરભાવ આવ્યા વિના, “રવાને ઉત્તમમાં ઉત્તમ માર્ગ એ જ છે” એમ હૃદયમાં જગ્યા વિના દેશવિરતિ ધર્મનું યથાયોગ્ય પાલન થઈ શકતું નથી. આથી સ્પષ્ટ છે કે દેશવિરતિ ધર્મ સર્વવિરતિ ધમની તાલીમ આપનાર છે. મહાશ્રાવક કોને કહેવાય?
આ પછી સમ્યક્ત્વ, વ્યસન ત્યાગ અને દેશવિરતિ ધર્મમાં બાર વ્રતો અણુવો આદિનું વર્ણન કર્યા બાદ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા એ જ “યોગશાસ્ત્ર” નામના ગ્રંથરત્નમાં મહાશ્રાવક કોને કહેવાય ? ” એનું વર્ણન કરતાં કરમાવે છે કે - "एवं व्रतस्थितो भक्त्या, सप्तमेव्यां धनं वपन् ।
થી રાતિ વુિં, માત્રાવ ડગે” | ૨ |