________________
કે “આત્મનિસ્તારનું અમેઘ સાધન એક માત્ર સમ્યમ્ ચારિત્ર છે. સંસારનો ત્યાગ કરી, મહાવ્રતનું ધીરતાથી પાલન કરવું, ભિક્ષા માત્રથી જ જીવન નિર્વાહ કરો, સમભાવમાં રહેવું અને આથી આત્માઓને ધર્મને જ ઉપદેશ આપવો; એજ આત્મમુક્તિને અનુપમ રાજમાર્ગ છે.” દેશવિરતિઘર્મ કોને માટે ?...
પરંતુ સઘળાય આત્માઓ, એ રીતિએ સંસારનો ત્યાગ કરી મહાવ્રતોનું ધીરતાથી પાલન કરી, ભિક્ષા માત્રથી જીવન નિર્વાહ કરી અને ધર્મને જ ઉપદેશ આપી જીવન વિતાવી શકતા નથી. શ્રી જિનેશ્વર દેવના શાસનને પામેલા દરેક આત્માને એવું સર્વવિરતિ જીવન પામવાની ઈચ્છા તે જરૂર હોય જ. સર્વવિરતિ પામવાની ઝંખના કાયમ હાયઃ પરતુ જે આત્માઓમાં એ જીવન જીવવાની શકિત નથી અથવા તે એ જીવનને પામવાની સામગ્રી જે આત્માઓને નથી મળી, તેઓ પણ થોડા ધર્મનું આરાધન કરી, ધીરે ધીરે શક્તિ કેળવી શકે અને સામગ્રી મેળવી શકે, એ માટે દેશવિરતિ ધર્મની આરાધના કરવા યોગ્ય છે. ધર્મનું પાલન મુકિતના હેતુથી કરવું જોઈએ.
મુક્તિ મેળવવાનું અનુપમ સાધન સર્વવિરતિ છે. પણ જેઓ એ સર્વવિરતિધર્મ ન સ્વીકારી શકતા હોય, તેઓએ દેશવિરતિ ધર્મનું પાલન કરવું જોઈએ. અને “જ્યારે એવી શક્તિ તથા સામગ્રી પ્રાપ્ત થાય, જેથી હું સર્વવિરતિ ધર્મની આરાધના કરી શકું” એવી ભાવના રાખવી જોઈએ. દેશવિરતિમાં સર્વવિરતિની તાલીમ :
દેશવિરતિ ધર્મ, એ સર્વવિરતિ ધર્મની તાલીમ આપનાર છે. પાંચ અણુવ્રત આદિ બાર વ્રતનું સ્વરૂપ અને શ્રાવકની દિનચર્યાને જે બરાબર ખ્યાલ હોય, તે જરૂર એમ સમજાયા વિના રહે નહી કે સર્વવિરતિ ધર્મ આરાધવાની અશક્તિ પૂરતો જ ક્ષવિરતિ ધર્મ છે અને એ દેશવિરતિ ધર્મ સર્વવિરતિ ધર્મની તાલીમ આપનાર છે.