________________
“શ્રાવકે શું કરવું જોઈએ?” પુસ્તક માટે ખાસ પરમારાથ્યપાદ પરમશાસનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ
ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા પ્રાપ્ત થયેલ મનનીય માર્ગદર્શન
મહાશ્રાવકની દિનચર્યા
આત્મમુક્તિને અનુપમ રાજમાર્ગ :
સારાય વિશ્વના જીવને શ્રી જિનશાસનના રસીયા બનાવવાની ઉત્કૃષ્ટ ભાવનાના યોગે શ્રી તીર્થકર—નામ કર્મની ત્રીજા ભવે નકાચના કરી અન્તિમ ભવમાં ત્રણે જ્ઞાને સહિત જન્મ પામી, જ્ઞાન પ્રધાન જીવન જીવી, ચાર ઘાતી કર્મને લય કરીને અનંત જ્ઞાન પ્રાપ્ત કરી, ઉત્કૃષ્ટ સિદ્ધિઓના શિખરે પહોંચ્યા બાદ પણ વિશ્વના જીવો પર કલ્યાણ સાધી શકે એવું શાસન સ્થાપિત કરનાર અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા અને તે તારકની આજ્ઞાઓની જ અખંડ આરાધના કરવા દ્વારા સ્વપર શ્રેય સાધી ગયેલા પરમ ઉપકારી પરમર્ષિઓ ફરમાવે છે
12