________________
ભાવાર્થ : આવી રીતિએ સમ્યકૂવ મૂલ બાર માં રહેલે જે આત્મા “શ્રી જિનમૂર્તિ – શ્રી જિન મંદિર અને શ્રી જિનાગમ તથા સાધુ – સાધ્વી – શ્રાવક – શ્રાવિકા” એ સાત ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક અને અતિ દનમાં થાપૂર્વક દ્રવ્યને સદ્વ્યય કરે છે તે મહાશ્રાવક કહેવાય છે.
અર્થ-મહાશ્રાવક જેમ દટતી બાર વ્રતનું પાલન કરે છે તેમ પિતાની પાસે જે દ્રવ્ય હોય તેને સાત ક્ષેત્રમાં ભકિતપૂર્વક અને અતિ દીનેમાં દયાપૂર્વક વ્યય કરે છે. ઉત્તમ ક્ષેત્રોમાં ધનવ્યય :
આ પછીથી એ જ મહાપુરુષ એ જ ગ્રંથરત્નમાં એને જ અંગે ફરમાવે છે કે –
“यः सबाह्यमनित्यं च, क्षेत्रेषु न धनं वपेत् ।
कथं वराकश्चारित्रं, दुश्वरं स समाचरेत्" ॥३॥ ભાવાર્થ : પિતાની પાસે વિધમાન, બાહ્ય અને અનિત્ય એવા ધનને જે ઉત્તમ ક્ષેત્રોમાં વાપરી શકતા નથી તે બિચારો દુ:ખે પાળી શકાય એવા ચારિત્રને કેવી રીતિએ આચરી શકશે? ' અર્થાત જેઓ પોતાની પાસે દ્રવ્ય વિધમાન છતાં અને તે બાહ્ય તેમ જ અનિત્ય છે એમ જાણવા છતાં પણ ઉત્તમ ક્ષેત્રોમાં ધનને સવ્યય નથી કરી શક્તા તેઓ સંસારને સર્વથા ત્યાગ કેમ કરી શકે ? આ રીતિએ દ્રવ્યની મૂછને ત્યાગ કરવો અને વિધમાન બાહ્ય અને અનિત્ય વસ્તુથી સ્વપર હિત સાધી લેવું એ મહાશાવકનું ભૂપણ છે.
ધર્મને પામેલા આત્માઓ ઉત્તમ ક્ષેત્રોમાં ધનવ્યય કરવામાં કૃપણ હોતા નથી. જેઓ એ ધનને બાહ્ય માને, અનિત્ય માને, તજવા યોગ્ય માને તેઓ એને ઉત્તમ ક્ષેત્રોમાં ઉદારતાથી સદ્વ્યય કરવાનું કેમ જ ચૂકે ? તેઓને તે એવા ઉત્તમ ક્ષેત્રોમાં જેટલું ધન થોડું વપરાય તેનું દુઃખ થવું જોઈએ. ધર્મને દીપાવવો હોય, અનુમોદનીય બનાવવો હોય,