________________
જન્મથી અર્જન પણ જિનેશ્વરદેવ પ્રત્યેના હૈયામાં જામેલા હાડેહાડ વિશ્વાસથી જૈન બનેલે હું જિનેશ્વર દેવને અને એમના ચીંધ્યા માર્ગે ચાલનારા સુવિહિત ગુરૂભગવંતને માનું એટલે ઉપકાર છે છે. શ્રી તીર્થંકર પરમાત્માઓએ આવા અનુપમ ધર્મતીર્થની સ્થાપના ન કરી હોત ને આવા શુદ્ધ ધર્મની વિશ્વને અણમોલ ભેટ ન ધરી હતી તે અને શ્રી તીર્થકર ભગવતિએ સ્થાપેલા ધર્મને આપણા સુધી લાવવાનો મહાન ઉપકાર સુવિહિત ગુરૂદેવોએ ન કર્યો હોત તે આજ મારા જેવા પામર આત્માઓને હાથ કોણ ઝાલત એ પ્રશ્ન છે.
જનમાંથી જૈન અને જૈનમાંથી જિનેશ્વરદેવના સાચા શ્રાવક બનવાના કેડ સેવતા મારા જેવા કૈક પામરોમાં પ્રાણ પૂરવાનું શ્રેય આ પુસ્તકને પ્રાપ્ત થાય એવી આશા અને અભિલાષા.
Arts-Commerce
College Jamdusar-Gujarat 8-10–79.
પ્રો. કે. ડી. પરમાર