________________
અલગ તરી આવે છે. અને વિશુદ્ધ એવી આભદશાને પામવા રૂડું અને રૂપાળું, હિતકર અને પ્રીતકર એવું સંયમી જીવન બનાવી શકે છે તેને વિશદ વિચાર આમાં કરવામાં આવ્યો છે.
શ્રાવક જીવનને સાર તે સ્વાધ્યાય અને સંયમરત એવું સાધુજીવન છે. સાધુજીવનને સાર આત્માની સિદ્ધઅવસ્થા-વીતરાગ અવસ્થા છે. એટલે શ્રાવકમાંથી સાધુતા અને સાધુતામાંથી વીતરાગતા એ એનું ફળ છે. - આ ફળને આત્મસાત કરવા માટે, હૃદયમાં રહેલી સાચી તાલાવેલીને જગાડવા માટે આ ગ્રન્થ ખૂબ જ સહાયક બને એમ છે.
વિચારમાં હોય તે વર્તનમાં આવે તે જ દીપે. શ્રી જિને કહેલું તે જ સાચું અને શંકા વગરનું લાગે તે જ સમ્યજીવન જીવાય. હોઠ અને હૈયાની એક્તા જળવાય તો જ શ્રાવક જીવનની સાચી મીઠાશ મણાય.
કર્મને નાશ અને એ દ્વારા ભવ – બ્રિમણનો વિનાશ કરવા માટે પ્રયત્નશીલ આત્મા, પરમાત્માની અનુપમ ભકિતને હૈયામાં વાસ અને તે દ્વારા આત્માને વિકાસ સાધવા ઇચ્છતો આમા મોક્ષના મુકામે પહોંચ્યા વિના રહે નહિ. સંસાર એ જીવ માટે રહેવા લાયક જગા નથી. રહેવા લાયક શાશ્વતું સ્થાન તો આનન્દધામ મોક્ષ જ છે. તેથી સંસારની પરંપરામાંથી શ્રવા માટે વ્યાકુળ અને પ્રભુના ચીધેલા સંયમમાર્ગે જવા આતુર જીવનાં હૈયામાં એ જ ભાવના રમ્યા કરે કે “જ્યારે હું અહીંથી છૂટું....?” શક્તિ હોય તે એ સાધુપણું જ અંગીકારકરે, અને ન હોય તે અનન્ત કરૂણના સાગર પરમાત્માને હૃદય સિંહાસન પર સ્થાપીને, પિતાના આત્માના ઉદ્ધાર અર્થે દેશવિરતિ ધર્મને આરાધક બને, ય ઉપાદેયને વિવેક કરે. અતિમર્યાદિત જરૂરિયાતવાળું સંતોષી જીવન જીવવા ઉદ્યમ
શીલ બને.