Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
એ વિષે વધુ નથી લખતો. માત્ર એટલું કહીશ કે ભાષાવિજ્ઞાન ભાષાનું ગોમુખ ઉઘાડવાની દિશામાં આપણને લઈ જાય તો ઉત્તરવાહિની ગંગાનું ત્યાં જ કાશીધામ. આપણે ભાષા, શિલ્પ, ચિત્ર, સંગીત દ્વારા અમૂર્ત તત્ત્વને કેવી રીતે મૂર્ત કરતા આવ્યા છીએ તેની રસમય યાત્રા આપણામાં જ ઊંડે પડેલા અમૂર્તને પ્રગટ કરે ત્યારે તેની સાર્થકતા. આ માટે આપણી પોતાની ચેતનાની સપાટી બદલ્યા વિના કામ સરતું નથી. દાદીમા જે ધોળ, કીર્તન, પદ ગાતાં તેનાં અસલ ઢાળ ને સાચી વાચના આપણે પ્રકાશમાં લાવીએ. પણ આ પદો ગાતાં તેમના મોં પર જે ઉજાસ ને ઉલ્લાસ પથરાઈ જતો એ ક્યાંથી લાવીશું ? ભાઈ, એ ધબકાર ઝીલવાની અને સમાજમાં જીવતા કરવાની મનીષા છે. આ સાથે બૂક–પોસ્ટથી એક યોજનાની રૂપરેખા મોકલું છું. એ અંગે શું થઈ એ સૂચવશો.
આપણે ત્યાં નિદાન, સંકેત, કૂટવાણી, સભ્યાભાષા કે “ઉલટ સાધના'ની કૂંચી હાથ લાગતી નથી. વાકુની સમ્યફ ઉપાસનામાં એ તો વીજળીના ચમકારા જેવી ગાઢ અંધકાર ભેદતી જાય છે. પણ “સબદ વિદો રે અવધૂ, સબદ વિદો’ એ ગોરખવાણી સાંભળવા કોણ તૈયાર છે ?
મારાં ત્રણ પુસ્તકો ‘ગર્ભદીપ’, ‘તપોવનની વાટે' અને “ભજનરસ’ તમને મોકલવા માટે પ્રકાશકને લખું છું. ‘ત.વા.'માં છાપભૂલ ઘણી રહી ગઈ છે. એનાં પ્રફ નહોતો જોઈ શક્યો. ચાલો ત્યારે, અવકાશે લખશો. કુન્દનિકા વંદન પાઠવે છે.
મકરન્દના વંદન
૧. પરિશિષ્ટમાં જુઓ.
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org